2026 કોમનવેલ્થ ગેમ્સ સ્કોટલેન્ડના ગ્લાસગોમાં 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન યોજાશે.ગ્લાસગોએ અગાઉ 2014માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કર્યું હતું.આ વર્ષે 74 દેશોના આશરે 3,000 રમતવીરો 11 દિવસીય રમતોમાં ભાગ લેશે,જેમાં ભારતના 126 રમતવીરો મેડલ માટે સ્પર્ધા કરશે.જોકે 2026 ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ શરૂ થાય તે પહેલાં,ભારતીય બોક્સિંગ ટીમને મોટી કટોકટીનો સામનો કરવો પડ્યો છે.બેલફાસ્ટમાં તાલીમ શિબિર પૂર્ણ કરીને ગ્લાસગો પહોંચેલી 22 સભ્યોની ભારતીય બોક્સિંગ ટીમનો લગભગ અડધો સામાન બેલફાસ્ટ એરપોર્ટ પર છોડી દેવામાં આવ્યો છે.
ભારતીય બોક્સિંગ ટીમનો સામાન થયો ગયો
ગુમ થયેલ બેગમાં ખેલાડીઓની તાલીમ કીટ, તેમજ ગુરુવારના ઉદ્ઘાટન સમારોહ માટે સત્તાવાર અને ઔપચારિક ગણવેશનો સમાવેશ થાય છે.ભારતીય ટુકડીના સભ્યોના જણાવ્યા અનુસાર,બેલફાસ્ટથી ગ્લાસગો જતું વિમાન ખૂબ નાનું હતું,જેના કારણે બધો સામાન એકસાથે લોડ થઈ શક્યો નહીં.જે ખેલાડીઓનો સામાન પાછળ રહી ગયો હતો તેમાં વિશ્વ ચેમ્પિયન જાસ્મીન લંબોરિયા,સાક્ષી ચૌધરી,પરવીન હુડા,જદુમણી સિંહ,કપિલ પોખરિયા અને પુરુષોના મુખ્ય કોચ સી.કુટ્ટપ્પાનો સમાવેશ થાય છે.
