ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની ટી20 સીરિઝનો ત્રીજો મુકાબલો ખૂબ જ રોમાંચક રહ્યો. ગુવાહાટીના બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં અભિષેક શર્માનું પ્રભુત્વ જોવા હતું. ભારતીય ટીમે મેચ 8 વિકેટે જીતીને સીરિઝપર પોતાની પકડ વધુ મજબૂત બનાવી. ભારતે માત્ર 10 ઓવરમાં 154 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો, જેનાથી ચાહકો અને ન્યુઝીલેન્ડના ખેલાડીઓ બંને આશ્ચર્યચકિત થઈ ગયા.અભિષેકની વિસ્ફોટક બેટિંગથી કિવીઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિજય પછી તેના બેટને તપાસવાનું શરૂ કર્યું.
અભિષેક શર્માએ કરી વિસ્ફોટક બેટિંગ
યુવાન બેટ્સમેન અભિષેક શર્મા આ જીતનો સૌથી મોટો હીરો હતો. તેણે ન્યુઝીલેન્ડના બોલરોની લાઈલલેન્થ વીંખી નાખી, માત્ર 20 બોલમાં 68 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઈક રેટ 340 હતો, જેમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. નોંધનીય છે કે, તેણે માત્ર 14 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારત માટે બીજી સૌથી ઝડપી અડધી સદી છે.
મેચ પછી અભિષેકનું બેટ કેમ તપાસવામાં આવ્યું?
અભિષેકની વિસ્ફોટક બેટિંગ પછી એક રસપ્રદ દ્રશ્ય સામે આવ્યું. મેચ સમાપ્ત થતાં જ, ન્યુઝીલેન્ડના ડેવોન કોનવે અને જેકબ ડફી અભિષેક શર્માનું બેટ ચેક કરવા ગયા. આ ક્ષણ કેમેરામાં કેદ થઈ ગઈ અને ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. મેચ દરમિયાન અભિષેક હસતો જોવા મળ્યો.
મેચ આ રીતે શરૂ થઈ
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, આ નિર્ણયને ભારતના બોલર્સે સાર્થક કર્યો. ન્યુઝીલેન્ડનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યું, 20 ઓવરમાં માત્ર 9 વિકેટ ગુમાવી અને 154 રનનો લક્ષ્યાંક નક્કી કર્યો. કિવીઝ તરફથી ગ્લેન ફિલિપ્સે સૌથી વધુ 48 રન બનાવ્યા. ભારત તરફથી જસપ્રીત બુમરાહએ શાનદાર બોલિંગ કરી, 3 વિકેટ લીધી, જ્યારે રવિ બિશ્નોઈ અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી.
ભારતની વિસ્ફોટક બેટિંગે મેચને એકતરફી બનાવી દીધી
154 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, તેણે પહેલા જ બોલે સંજુ સેમસનને ગુમાવી દીધી. જોકે, ત્યારબાદ અભિષેક શર્મા અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે મેચને સંપૂર્ણપણે ભારતના પક્ષમાં ફેરવી દીધી. સૂર્યકુમાર યાદવે અણનમ 57 રન બનાવ્યા, જ્યારે ઇશાન કિશન 28 રન બનાવીને આઉટ થયો. ન્યુઝીલેન્ડ તરફથી મેટ હેનરી અને ઇશ સોઢીએ એક-એક વિકેટ લીધી.
આ પણ વાંચો - Yashasvi Jaiswalને મળી સજા! પસંદગીકારોએ અચાનક ટીમમાંથી કેમ બહાર કર્યો?