ભારતીય ક્રિકેટ ટીમમાં મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે જે ખેલાડી એક સમયે સહાયક કોંચની ભૂમિકામાં હતો તેને ટીમમાંથી દૂર કર્યા બાદ આ સ્ટાર ખેલાડીએ એક મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ ટીમના કોચ તરીકેની જવાબદારી સ્વીકારી છે જેની હવે ભારતના હેડ કોચ સાથે કાંટાની ટક્કર છે.

ગૌતમ ગંભીરે કર્યો હતો ટીમમાંથી બહાર
ભારતીય ક્રિકેટ ટીમના સહાયક કોચ પદ પર રહી ચૂકેલા ભૂતપૂર્વ ખેલાડી અભિષેક નાયરને એક સમયે ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ટીમમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો. ત્યારે હવે આ ખેલાડીએ મહિલા પ્રીમિયર લીગ ફ્રેન્ચાઇઝ યુપી વોરિયર્સ ટીમમાં એક મહત્વપૂર્ણ પદ પર કોચ તરીકેની નવી જવાબદારી સ્વીકારી છે. યુપી વોરિયર્સ ફ્રેન્ચાઇઝ તરફથી આજે એટલે કે શુક્રવારે, 25 જુલાઈના રોજ આ અંગે વિગતવાર જાહેરાત કરવામાં આવી હતી.

યુપી વોરિયર્સ ફ્રેન્ચાઇઝીએ કર્યા મોટા ફેરફાર
મહિલા પ્રીમિયર લીગની પ્રથમ ત્રણ સિઝનમાં ટીમે ખુબજ નિરાશાજનક પ્રદર્શન કર્યા બાદ યુપી વોરિયર્સ મેનેજમેન્ટે ટીમમાં અમુક મોટા ફેરફાર કરવાના નિર્ણય કર્યા હતા જેને આજે અમલમાં પણ મૂકવામાં આવ્યા છે. યુપી વોરિયર્સ મેનેજમેન્ટે ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ જોન લુઇસને કોચિંગ પદ પરથી દૂર કર્યા છે અને નવા કોચ તરીક અનુભવી ખેલાડી એવા અભિષેક નાયરને કોચની જવાબદારી સોંપી છે.

એપ્રિલ 2025માં સહાયક કોચ પદ પરથી થયા દૂર
અભિષેક નાયરે ભારતીય ક્રિકેટ ટીમમાંથી 2019માં નિવૃત્તિ જાહેર કરી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડ મેનેજમેન્ટ તરફથી અભિષેક નાયરને સહાયક કોચ પદ પરથી એપ્રિલ 2025માં દૂર કરવામાં આવ્યા હતા. અભિષેક નાયર પાસે વિવિધ ટીમો સાથે કોચ તરીકે કામ કરવાનો બહોળો અનુભવ રહેલો છે. તેઓ કોલકાતા નાઈટ રાઈડર્સ, ત્રિનબાગો નાઈટ રાઈડર્સ વગેરે જેવી ટીમોને કોચ તરીકે સંભાળી ચૂક્યા છે અને હવે યુપી વોરિયર્સ ફ્રેન્ચાઇઝ સાથે ટીમને મજબૂત બનાવવાનું કામ કરશે. 
  • Follow us on: