WPL 2026 મહિલા પ્રીમિયર લીગ (WPL)ની ચોથી સીઝન મુંબઈ અને વડોદરામાં રમાશે. આ લીગ 9 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ચાલશે. મહિલા પ્રીમિયર લીગમાં ખેલાડીઓના સમાવેશને લઈને અત્યારે દિલ્હીમાં હોડ મચી છે. દિલ્હીમાં ગુરુવારે દિલ્હીમાં મેગા ઓક્શન થઈ રહ્યું છે. WPL 2026ની હરાજીમાં આ વખતે ભારતીય મહિલા ખેલાડીઓની બોલી કરોડોમાં બોલાઈ રહી છે. ત્યારે ન્યુઝીલેન્ડની ખેલાડી સોફી ડિવાઇનના પણ શાનદાર પ્રદર્શન બદલ કરોડોમાં બોલી બોલાઈ રહી છે.


WPL મેગા ઓકશનમાં દિપ્તી બાદ સોફીની ઊંચી બોલી

દિલ્હીમાં WPLને લઈને અત્યારે મેગા ઓક્શન થઈ રહ્યું છે. કેટલીક ખેલાડીઓને ઊંચી બોલી લાગી હતી, તો કેટલીક નિરાશ થઈ હતી. આ દરમિયાન, દિપ્તી શર્મા અને સોફી ડિવાઇનના નામની સૌથી વધુ ચર્ચા થઈ. યુપી વોરિયર્સે દિપ્તી શર્માને 3.2 કરોડમાં ખરીદી લીધી છે. જ્યારે સોફી ડિવાઇન પર પણ WPLમાં ઊંચી બોલી લગાવવામાં આવી છે. WPL હરાજી દરમિયાન સોફી ડિવાઇનનું નામ આવતાની સાથે જ ટીમોએ તેને ખરીદવા માટે સ્પર્ધા શરૂ કરી દીધી. લાખો રૂપિયામાં બોલી શરૂ થઈ અને આખરે ગુજરાત જાયન્ટ્સે બાજી મારી. 

WPL 2026માં સોફી ડિવાઇન GT તરફથી રમશે

WPLના મેગામાં ઓકશનમાં GT ફ્રેન્ચાઝીએ સોફી ડિવાઈનને બે કરોડ રૂપિયામાં ખરીદી. એટલે હવે ન્યુઝીલેન્ડની આ ખેલાડી આવતા વર્ષે WPLમાં ગુજરાત જાયન્ટસ તરફથી રમશે. અગાઉ, સોફી ડિવાઇન મહિલા પ્રીમિયર લીગ (WIPL) માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વતી રમી હતી. આ વખતે મેગા ઓક્શનમાં સોફીએ ફરીથી પ્રવેશ કર્યો અને ગુજરાત જાયન્ટસે ખરીદી કરી. જણાવી દઈએ કે સોફી ડિવાઇન હાલમાં WBBL માં રમી રહી છે અને ગુરુવારે જ, તેણીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણીએ 24 બોલમાં 46 રન બનાવ્યા અને બે ઓવરમાં માત્ર 16 રન આપીને બે વિકેટ પણ લીધી. 


 આ પણ વાંચો  : BCCIને IPL ટીમના માલિકનો કડક સંદેશ, સાઉથ આફ્રિકા સામેની હાર બાદ લાલઘૂમ

  • Follow us on: