ભારતે ત્રણ મેચની ODI સીરિઝની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17રનથી હરાવ્યું.જોકે વિજયની ઉજવણી વચ્ચે બોલિંગ વિભાગે એક શરમજનક રેકોર્ડ બનાવ્યો જે ODI ક્રિકેટના ઇતિહાસમાં ક્યારેય સાંભળ્યો ન હતો.ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 350 રનનો લક્ષ્યાંક આપ્યો હતો,પરંતુ તેમ છતાં,ભારતીય ટીમ ટૂંકા અંતરથી મેચ જીતવામાં સફળ રહી.જેના કારણે ટીમ મેનેજમેન્ટની ચિંતા વધારી છે.
ભારતીય બોલરોનો શરમજનક રેકોર્ડ
350 રનના લક્ષ્યાંકનો પીછો કરતા,દક્ષિણ આફ્રિકાની શરૂઆત નબળી રહી,તેણે પોતાની પ્રથમ ત્રણ વિકેટ માત્ર 11 રનમાં ગુમાવી દીધી.અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાએ મજબૂત શરૂઆત આપી.પાવરપ્લેમાં હર્ષિત રાણાએ બે અને અર્શદીપ સિંહે એક વિકેટ લીધી.જોકે,ત્યારબાદ આફ્રિકન ટીમે જોરદાર લડત આપી 49.2 ઓવરમાં 332 રનમાં બેટિંગ કરી,જીતની ખૂબ નજીક પહોંચી ગઈ.આ સાથે,ભારત ૩૦૦+ના લક્ષ્યાંકનો બચાવ કરનાર અને પહેલી ત્રણ વિકેટ 15 રનથી ઓછા સમયમાં ગુમાવનાર પ્રથમ ટીમ બની,છતાં વિરોધી ટીમ 300 રનનો આંકડો પાર કરવામાં સફળ રહી.આવી ઘટના ODI ક્રિકેટના ઇતિહાસમાં પહેલા ક્યારેય બની ન હતી. એક સમયે એવું લાગતું હતું કે દક્ષિણ આફ્રિકા ૨૦૦ રન પણ નહીં કરે.જોકે ભારતીય બોલરો સારી શરૂઆતનો લાભ લેવામાં નિષ્ફળ ગયા.
