ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી લેગ સ્પિનર અમિત મિશ્રાએ આખરે પોતાના 25 વર્ષના લાંબા આંતરાર્ષ્ટ્રીય ક્રિકેટ કરિયર પર વિરામ મૂકી દીધો છે. તેમણે ક્રિકેટના દરેક ફોર્મેટ માંથી રિટાયરમેન્ટની ઘોષણા કરી છે. 42 વર્ષીય સ્પિનરે દેશ માટે પોતાની પહેલી વનડે ફોર્મેટ હેઠળ 13 એપ્રિલ 2003માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમ્યો હતો. જ્યાં ટીમ ઇન્ડિયાને 153 રનના મોટા અંતરથી જીત મળી હતી. અમિત મિશ્રાની ડેબ્યુ મેચની જો વાત કરવામાં આવે તો તેણે 5 ઓવર માં 29 રન આપી એક વિકેટ હાંસલ કરી હતી. તેમણે દક્ષિણ આફ્રિકાના નીલ મેકેંઝીને માત્ર 12 રન બનાવડાવી પર્થિવ પટેલના હાથે કેચ આઉટ કરાવીને પેવિલિયન મોકલ્યો હતો.

અમિત મિશ્રાનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર કેવુ રહ્યુ?

અમિત મિશ્રાને ભારતીય ટીમમાં વધુ તક ન મળી, પરંતુ જ્યારે પણ તક મળી ત્યારે તેમણે પોતાના હુનરથી દરેકનુ ધ્યાન ખેંચ્યું. તેમણે ભારત માટે કુલ 68 આંતરરાષ્ટ્રીય મેચ રમી, જેમાં 84 ઇનિંગમાં કુલ 156 વિકેટ લીધી. અમિતે દેશ માટે 22 ટેસ્ટ મેચમાં 40 ઇનિંગની 35.72 સરેરાશથી76 વિકેટ, 36 વનડે મેચમાં 34 ઇનિંગમાં 23.63 સરેરાશથી 64 વિકેટ, જ્યારે T20ની 10 મેચમાં 10 ઇનિંગમાં 15.0 સરેરાશથી 16 વિકેટ હાંસલ કરી હતી.


બોલિંગ સિવાય બેટિંગમાં પણ રહ્યા સહયોગી

અમિત મિશ્રાએ ફક્ત બોલિંગમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ ટીમ માટે યોગદાન આપ્યું. ખાસ કરીને રેડ બોલ ક્રિકેટ (ટેસ્ટ) માં તેઓએ અનેક વખત બેટિંગનું દમદાર પ્રદર્શન પણ કર્યુ છે. તેમણે ભારત માટે 22 ટેસ્ટની 32 ઇનિંગમાં કુલ 648 રન બનાવ્યા. જેમાં ચાર અડધી સદી સામેલ છે. અમિત મિશ્રાએ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પણ સારું પ્રદર્શન કર્યું હતું. આ ખેલાડીએ દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપરજાયન્ટ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, ડેક્કન ચાર્જર્સ માટે IPL રમી હતી અને તેના નામે 174 વિકેટ છે.



  • Follow us on: