ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના દીકરા અર્જુન તેડુલકરના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. ક્રિકેટ લીજેન્ડ સચિન તેડુલકરનો દીકરો અર્જુન તેડુલકર અને તેની ફિયાન્સી સાનિયા ચંડોકની મહેંદી સેરેમની 3 માર્ચ 2026ના રોજ મુંબઈમાં યોજાઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પ્રી વેડિંગ ફંક્શનમાં દુલ્હન-દુલ્હાના પરિવારમાંથી નજીકના મિત્રો ઉત્સાહ સાથે જોડાયા હતા. તેમજ અનેક દિગ્ગજ ક્રિકેટરો પણ સામેલ થયા હતા.


મહેંદી સેરેમનીમાં દિગ્ગજો જમાવડો 

આ ખાસ મહેંદી ફંક્શન માટે તેંડુલકર પરિવાર શાન સાથે જોવા મળ્યો હતો. સચિન તેંડુલકર તેની પત્ની અંજલિ અને પુત્રી સારા સાથે પહોંચ્યા હતા. સારાના લુકે ખાસ ધ્યાન ખેંચ્યું હતું, જ્યારે સચિને તેની ભાવિ પુત્રવધૂ સાનિયા સાથે એક ફોટોમાં જોવા મળ્યો હતો. મહેંદી ફંક્શન અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ક્રિકેટ જગતના સ્ટાર જોવા મળ્યા 

આ ફંક્શનમાં ક્રિકેટ જગતના સ્ટાર સહિત મોટા ચહેરા જોવા મળ્યા હતા. યુવરાજ સિંહ તેની પત્ની હેઝલ કોચની સાથે તો હરભજન સિંહ ગીતા બસરા સાથે ઈરફાન પટેલ પત્ની સફા સાથે જોવા મળ્યો હતો. આ સિવાય રવિ શાસ્ત્રી પણ જોવા મળ્યા હતા. રાજનીતિક હસ્તીઓમાં રાજ ઠાકરે, શૈન એનસી જેવા વ્યક્તિઓ પણ હાજર રહ્યા હતા.જેમણે આખા આયોજનને રંગીન અને યાદગાર બનાવ્યું હતુ.

5 માર્ચના રોજ લગ્ન

અર્જુન તેડુલકર જે એક લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને લોઅર ઓર્ડર બેટ્સમેન છે. આઈપીએલમાં તે મુંબઈ ઈન્ડિયન્સમાંથી રમી ચૂક્યો છે. લખનૌ સુપર જાયન્ટસ સાથે જોડાયેલ છે. સાનિયા એફ Entrepreneur છે. મુંબઈના ઉદ્યોગપતિ રવિ ધાઈની પૌત્રી છે. સાનિયા એક પેટ કેર બ્રાન્ડની માલકિન પણ છે. બંન્નેના પરિવાર સાથે જુનો સંબંધ છે. તમને જણાવી દઈએ કે, 5 માર્ચના રોજ બંન્નેના લગ્ન છે. આ પહેલા અર્જુન અને સાનિયાએ 2025માં સગાઈ કરી હતી.

આ પણ  વાંચો - India vs England:'અમે વાનખેડેને શાંત કરી દઈશું', સેમ કરને ટીમ ઈન્ડિયાને આપી ચેતવણી



  • Follow us on: