એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાન સામે તિલક વર્માએ 53 બોલમાં અણનમ 69 રનની મેચ વિજેતા ઈનિંગ રમી, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો, જેના દ્વારા ભારતે છેલ્લી ઓવરમાં વિજય મેળવ્યો હતો. હૈદરાબાદ પરત ફરતાં તેમનું ભવ્ય સ્વાગત થયું. મીડિયા સાથેની વાતચીતમાં તિલકે કહ્યું કે, "પાકિસ્તાન હવે ભારતની બરાબરીની ટીમ નથી," અને કેપ્ટન સૂર્યકુમાર યાદવના મંતવ્ય સાથે સહમત થતાં જણાવ્યું કે ભારત-પાકિસ્તાન હવે મુખ્ય હરીફ નથી. તેમણે 140 કરોડ ભારતીયો માટે મેચ જીતવાની પ્રાથમિકતા દર્શાવી.
પાકિસ્તાન સામેની મેચ અંગે તિલક વર્માએ શું કહ્યું...
મીડિયા સાથેની વાત કરતા તિલક વર્માએ જણાવ્યું હતું કે,'કેપ્ટન સૂર્યકુમાર યાદવ સાથે સહમત છે કે ભારત અને પાકિસ્તાન હવે મુખ્ય હરીફ નથી. પાકિસ્તાન સામે અમારી ટીમ માટે મેચ નથી.140 કરોડ ભારતીયો માટે મેચ જીતવી તેમની પ્રાથમિકતા હતી.
પાકિસ્તાને ફાઇનલમાં ભારે સ્લેજિંગ કર્યું હતું
તિલકે ઉમેર્યું કે જ્યારે ભારતનો સ્કોર 3 વિકેટે 20 રન હતો, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ભારે સ્લેજિંગ અને અપશબ્દોનો ઉપયોગ કરી માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તિલકે આવા વાતાવરણમાં ન ફસાતાં મેચ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, તિલકે ઉમેર્યું કે જ્યારે ભારતનો સ્કોર 3 વિકેટે 20 રન હતો, ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ભારે સ્લેજિંગ અને અપશબ્દોનો ઉપયોગ કરી માનસિક દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તિલકે આવા વાતાવરણમાં ન ફસાતાં મેચ જીતવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે તેમની સફળતાનું કારણ બન્યું.