અફઘાનિસ્તાનથી હાર્યા બાદ પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન પર સવાલો ઉભા થયા છે. તેમના પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમની ફોર્મ અને ફિટનેસ પર સવાલો ઉભા થયા છે. UAEની પિચ પર રમેલા તેમના ખરાબ રેકોર્ડે પાકિસ્તાન ફેન્સને ડરાવી દીધા છે. તેમના પર્ફોમન્સને લઇને સવાલ એ પણ ઉભા થઇ રહ્યા છે કે આવી રીતે તે એશિયા કપમાં પાકિસ્તાનને હરાવી ન દે...હાલ પાકિસ્તાનની ટીમ એશિયા કપથી પહેલા ટી-20 સિરિઝમાં રમી રહી છે. આ સિરીઝમાં 2 સપ્ટેમ્બરમાં રમાયેલી મેચમાં જે રીતે ફખર ઝમાનનની બેટિંગ હતી તેને જોઇને પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર તનવીર અહેમદે તેની પર સીધી રીતે પ્રશ્ન ઉઠાવ્યા છે.


ફખર ઝમાનને ઓફ સાઇડ રમતા નથી આવડતુ-તનવીર અહેમદ

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર તનવીર અહેમદે ફખર ઝમાન પર આરોપ લગાવતા કહ્યુ કે તેને ઓફ સાઇડમાં રમતા નથી આવડતું. તેને તે શીખવાની જરૂરત છે. તેમણે કહ્યુ કે ફખર ઝમાનને પોતાની જવાબદારીનું ભાન નથી.તે ટીમની જવાબદારીઓ ક્યારે લેવાનું શરૂ કરશે?

તનવીરે ફખરની બેટિંગ પર ઉઠાવ્યા સવાલ

2 સપ્ટેમ્બરના રોજ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં ફખર ઝમાને શરૂઆત કર્યા પછી પોતાની વિકેટ ગુમાવી દીધી. તેણે 25 રન બનાવ્યા પરંતુ તેને મોટાં સ્કોરમાં ન બદલી શક્યા.અફઘાનિસ્તાન વિરુદ્ધ ટ્રાઇ સિરીઝની પહેલી મેચમાં પણ ફખર ઝમાન 20 રન બનાવીને આઉટ થઇ ગયો હતો.શક્ય છે કે તેનામાં આ બધી બાબતો જોયા પછી, તનવીર અહેમદે કહ્યું હશે કે તેને જવાબદારીઓ સમજાતી નથી.

UAEની પિચ સંબંધિત ફખર ઝમાનનું સત્ય બહાર આવ્યું

ફખર ઝમાન છેલ્લા કેટલાક સમયથી સતત ખરાબ ફોર્મ અને ઇન્જરી સાથે લડી રહ્યા હતા. ઉપરથી UAEની પિચ પર તેનો રેકોર્ડ પણ સારો રહ્યો નથી. આમ છતાં, તેને એશિયા કપ માટે પાકિસ્તાન ટીમમાં પસંદ કરવામાં આવ્યો. યુએઈની પીચો પર ફખર ઝમાનના ખરાબ રેકોર્ડની વાત ફક્ત ટી20 ટાઇ શ્રેણીમાં જ જોઈ શકાય છે.આ સિરીઝમાં અત્યાર સુધી રમેલી 3 મેચોમાં તેણે 17 ની સરેરાશથી ફક્ત 51 રન બનાવ્યા છે. ફખર ઝમાનનો UAE માં એકંદર T20 આંતરરાષ્ટ્રીય રેકોર્ડ પણ સારો નથી. ફખર ઝમાનએ UAE માં અત્યાર સુધી રમાયેલી કુલ 21 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 17.52 ની સરેરાશથી 333 રન બનાવ્યા છે.

એશિયા કપમાં ખરાબ પરિણામ ભોગવવું ન પડે?

એશિયા કપનુ આયોજન પણ UAE ની પિચ પર જ થઇ રહ્યુ છે. એવામાં ત્યાં 18 થી ઓછી સરેરાશ પાકિસ્તાન માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. એટલું જ નહીં છેલ્લાં 5 વર્ષમાં તેમની સ્ટ્રાઇક રેટ પર પણ જો ધ્યાન આપીએ તો તે બિલકુલ સારો નથી રહ્યો એવામાં સવાલ એ ઉભો થાય છે કે ફખર ઝમાન પાકિસ્તાન માટે રિસ્ક તો નથી ને.


  • Follow us on: