T20I વર્લ્ડકપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.આ ટુર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમને પાકિસ્તાન સામે 111 રનથી મોટી હારનો સામનો કરવો પડ્યો હતો.T20I ક્રિકેટમાં આ ઓસ્ટ્રેલિયાની અત્યાર સુધીની સૌથી મોટી હાર છે.અગાઉ ઓસ્ટ્રેલિયાનો સૌથી મોટો હાર 2005માં ઇંગ્લેન્ડ સામે ઇંગ્લેન્ડ સામે આવ્યો હતો.તે મેચમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને 100 રનથી હરાવ્યું હતું. હવે, લગભગ 25 વર્ષ પછી, ઓસ્ટ્રેલિયાએ હારનો નવો શરમજનક રેકોર્ડ બનાવ્યો છે.

ઓસ્ટ્રેલિયાની ત્રણેય મેચમાં હાર

વાસ્તવમાં પહેલા બેટિંગ કરતા, પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. બાબર આઝમે પાકિસ્તાનને આ સ્કોર સુધી પહોંચવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.તેણે 36 બોલમાં 50 રન બનાવ્યા અને અણનમ રહ્યા. સેમ અયુબે પણ 56 રનનું યોગદાન આપ્યું હતું. શાદાબ ખાને 19 બોલમાં 46 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના વિશાળ સ્કોરનો પીછો કરતા, ઓસ્ટ્રેલિયા ફરી એકવાર નિષ્ફળ ગયું અને સંપૂર્ણ 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું. ઓસ્ટ્રેલિયા 16.5 ઓવરમાં માત્ર 96 રનમાં જ સમેટાઈ ગયું. પાકિસ્તાને મેચ 111 રનથી જીતી લીધી અને 3-0 થી સીરિઝ જીતી લીધી.

સૌથી મોટી હારનો સ્વાદ

ઓસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડકપ 2026 પહેલા તેની તૈયારીઓને મજબૂત બનાવવા માટે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી, પરંતુ ત્રણેય મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 22 રનથી હરાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 90 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ટી20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો આ બીજો સૌથી મોટો પરાજય હતો. આ પછી, ટી20 સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં ઓસ્ટ્રેલિયા વધુ સારું પ્રદર્શન કરશે તેવી અપેક્ષા હતી, પરંતુ થયું વિપરીત. ઓસ્ટ્રેલિયાને એટલી કારમી હારનો સામનો કરવો પડ્યો કે તેણે સૌથી મોટી હારનો નવો રેકોર્ડ બનાવ્યો.

T20I ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી હાર

પાકિસ્તાન - 111, લાહોર (2026)
ઇંગ્લેન્ડ - 100, સાઉધમ્પ્ટન (2005)
પાકિસ્તાન - 90, લાહોર (2026)
ન્યૂઝીલેન્ડ - 89, સિડની (2022)
વેસ્ટઇન્ડીઝ - 74, કોલંબો (2012)
ભારત - 73, મીરપુર (2014)

પાકિસ્તાને ક્લીન સ્વીપ કર્યું

નોંધનીય છે કે T20I ક્રિકેટમાં આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને ત્રણ મેચની સીરિઝમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી ક્લીન સ્વીપ કર્યું છે. આ પહેલા, પાકિસ્તાને 2018 માં UAE માં રમાયેલી શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાને 3-0થી વ્હાઇટવોશ કર્યું હતું. નોંધનીય છે કે આ પહેલી વાર છે જ્યારે પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 3-0થી હરાવ્યું છે.



  • Follow us on: