બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હસન શાંતોએ ફરી એકવાર પોતાની ક્લાસ બતાવી,શાનદાર સદી ફટકારી.ડાબા હાથના આ બેટ્સમેનએ ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં માત્ર 130 બોલમાં પોતાની સદી પૂરી કરી.શાંતોએ પોતાની ઇનિંગમાં બે છગ્ગા અને 12 ચોગ્ગા ફટકાર્યા,જે તેની કારકિર્દીની નવમી ટેસ્ટ સદી હતી.આ સાથે શાંતોએ એક મહત્વપૂર્ણ રેકોર્ડ પણ બનાવ્યો.તે સૌથી વધુ ટેસ્ટ સદીઓ સાથે બાંગ્લાદેશનો કેપ્ટન બની ગયો છે.તેણે માત્ર 30 ઇનિંગમાં આ સિદ્ધિ હાંસલ કરી.
નઝમુલ હસન શાંતોની અદ્ભુતતા
નઝમુલ હસન શાંતોએ બાંગ્લાદેશના કેપ્ટન તરીકે 30 ઇનિંગમાં પાંચ સદી ફટકારી છે.તેણે મુશફિકુર રહીમનો રેકોર્ડ તોડ્યો છે, જેમણે કેપ્ટન તરીકે ચાર ટેસ્ટ સદી ફટકારી હતી.મોમિનુલ હકે ત્રણ સદી ફટકારી હતી.શાંતોએ હવે 74 ટેસ્ટ ઇનિંગમાં નવ સદી ફટકારી છે.જો તે આ ગતિએ આગળ વધશે,તો તે ટૂંક સમયમાં બાંગ્લાદેશનો સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર ખેલાડી બની જશે.મોમિનુલ હકે બાંગ્લાદેશ માટે 140 ઇનિંગમાં 13 સદી ફટકારી છે. મુશફિકુર રહીમના નામે પણ 13સદી છે અને તમીમ ઇકબાલે ૯ ટેસ્ટ સદી ફટકારી છે.
શાંતોએ બાંગ્લાદેશની ટીમ મજબૂત સ્થતિમાં
ઢાકા ટેસ્ટમાં, પાકિસ્તાનના કેપ્ટન શાન મસૂદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.શાહીન આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી, મહમુદુલ હસન જોયને ૮ રનમાં આઉટ કરીને બાંગ્લાદેશને પહેલો ઝટકો આપ્યો.ત્યારબાદ હસન અલીએ શાદમાન ઇસ્લામને આઉટ કર્યો. બે શરૂઆતી વિકેટ ગુમાવ્યા બાદ, મોમિનુલ હક અને કેપ્ટન શાંતોએ ઇનિંગ્સને સ્થિર કરી. તેઓ ક્રીઝ પર મજબૂતીથી રમી રહ્યા હતા,257 બોલમાં 170 રનની ભાગીદારી કરી હતી.બંને ખેલાડીઓએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું, જેના કારણે બાંગ્લાદેશ 26મી ઓવરમાં 100 રનનો આંકડો પાર કરી શક્યું અને બાંગ્લાદેશ લંચ સુધીમાં 101 રન સુધી પહોંચી ગયું.
શાંતોએ સદી ફટકારી
લંચ પછી,શાંતોએ માત્ર 71બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.તેણે અને મોમિનુલે 148 બોલમાં સદીની ભાગીદારી કરી.મોમિનુલે પણ 102 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.બાંગ્લાદેશે 52.1 ઓવરમાં 200 રનનો આંકડો પાર કર્યો. પોતાની અડધી સદી પછી, શાંતોએ આક્રમક રમત રમી અને129 બોલમાં પોતાની સદી પૂરી કરી,પરંતુ સદી પૂરી કર્યાના થોડા સમય પછી જ મોહમ્મદ અબ્બાસના હાથે LBW આઉટ થઈ ગયો.
આ પણ વાંચો - IPL 2026 : સ્ટારની ગર્લફ્રેન્ડના કારણે હોબાળો, સિક્રેટ લીક કરવા બદલ BCCIએ...