T20 વર્લ્ડ કપ મુદ્દે આજે સત્તાવાર રીતે બાંગ્લાદેશ સામે નિર્ણય લેવામાં આવી શકે છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા ભારતમાં મેચ નહીં રમવાનો નિર્ણય લીધો હતો. જેના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) આ મામલે એકશન લેતા મોટી જાહેરાત કરી શકે છે. એવા અહેવાલો છે કે બાંગ્લાદેશના સ્થાને T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને સામેલ કરવાની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. ICC પ્રમુખ જય શાહ તાજેતરમાં દુબઈ સ્થિત મુખ્યાલયમાં પહોંચ્યા બાદ આ અટકળોને વધુ વેગ મળ્યો છે. જોકે ICC તરફથી આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કરવામાં નથી આવ્યું.
T20 વર્લ્ડ કપને લઈને બાંગ્લાદેશનો ખેલ ખતમ
બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુરના IPL વિવાદ બાદ BCB દ્વારા ભારતમાં T20 વર્લ્ડ કપ મેચ નહીં રમવાની ICCને અપીલ કરી હતી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે સુરક્ષાકારણોસર ભારતના બદલે મેચ શ્રીલંકામાં યોજવામાં આવે. જો કે ICC અલ્ટીમેટમ આપતા કહ્યું કે મેચ ભારતમાં જ રમાશે. આ મુદ્દે તેઓ પોતાનો નિર્ણય લઈ શકે છે. જેના બાદ BCBએ 22 જાન્યુઆરીના રોજ ભારતમાં મેચ નહીં રમવાનો નિર્ણય લીધો હતો. દરમિયાન બાંગ્લાદેશે ICC ને તેના નિર્ણય પર પુનર્વિચાર કરવા અપીલ કરી. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ICC ની વિવાદ નિવારણ સમિતિ (DRC) ને પત્ર લખીને ભારતમાં T20 વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવાના ગવર્નિંગ કાઉન્સિલના નિર્ણયને ઉલટાવી દેવાની માંગ કરી હતી.













