વિશ્વના સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ BCCIએ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર BCCI તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ ગ્રેડ દૂર કરી રહ્યું છે.A+ ગ્રેડમાં રોહિત શર્મા, વિરાટ કોહલી,જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે,અને હવે આ ચારેય ખેલાડીઓને પગારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે.BCCIના ગ્રેડ A+ કોન્ટ્રાક્ટ હેઠળ ખેલાડીઓને વાર્ષિક રૂ7 કરોડ મળે છે.પરંતુ આ ગ્રેડ હવે અસ્તિત્વમાં રહેશે નહીં. BCCIહવે ફક્ત ત્રણ શ્રેણીઓ જાળવી રાખશે.


રોહિત અને વિરાટ કોહલીના પગારમાં નોંધપાત્ર ઘટાડો

મીડિયા રિપોર્ટ અનુસાર રોહિત અને વિરાટ કોહલીના પગારમાં નોંધપાત્ર ઘટાડો થશે.તેમને B ગ્રેડમાં ખસેડવામાં આવશે.હાલમાં B ગ્રેડના ખેલાડીઓ વાર્ષિક રૂ3 કરોડ કમાય છે.આનો અર્થ એ છે કે વિરાટ અને રોહિતને હવે રૂ7 કરોડને બદલે રૂ3 કરોડ મળશે.જાડેજાને પણ B ગ્રેડમાં ખસેડવામાં આવી શકે છે, જ્યારે જસપ્રીત બુમરાહને A ગ્રેડમાં ખસેડવામાં આવી શકે છે. પ્રશ્ન એ છે કે શું BCCI હજુ પણ A-ગ્રેડના ખેલાડીઓને રૂ5 કરોડનો પગાર ચૂકવશે. જો આવું થાય, તો બુમરાહને પણ રૂ2 કરોડનું નુકસાન થઈ શકે છે.

કયા ખેલાડી પાસે કયો કોન્ટ્રાક્ટ છે?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કુલ 34 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે, જેમાંથી 19 ખેલાડીઓ પાસે C-ગ્રેડ કોન્ટ્રાક્ટ છે. હાલમાં B-ગ્રેડમાં પાંચ ખેલાડીઓ છે. છ ખેલાડીઓ A-ગ્રેડમાં છે. A-પ્લસ ગ્રેડમાં ચાર ખેલાડીઓ છે.

A-પ્લસ ગ્રેડ: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.

A-ગ્રેડ: મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ઋષભ પંત.

B-ગ્રેડ: સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ ઐયર.

સી ગ્રેડ: રિંકુ સિંહ, તિલક વર્મા, ઋતુરાજ ગાયકવાડ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વોશિંગ્ટન સુંદર, મુકેશ કુમાર, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિધ્ધ કૃષ્ણા, રજત પાટીદાર, ધ્રુવ જુરેલ, સરફરાઝ ખાન, નીતીશ કુમાર રેડ્ડી, ઈશાન કિશન, અભિષેક શર્મા, અભિષેક શર્મા, અભિષેક વર્મા, 

આ પણ વાંચો - Sports : ન્યુઝીલેન્ડ સામે વનડે રમેલા 10 ખેલાડીઓ T20I ટીમમાંથી બહાર!


  • Follow us on: