ICCએ ફરી એકવાર નવી રેન્કિંગ જાહેર કરી છે.ગયા અઠવાડિયે ટોચના સ્થાનથી નીચે ઉતરેલા ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ટોચના સ્થાને પહોંચી ગયા છે.રોહિત શર્માએ ભૂતકાળમાં એક પણ ODI રમી નથી, છતાં તે હજુ પણ ટોચના સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે.આ વખતે ODI રેન્કિંગમાં ઘણા ફેરફારો થયા નથી,પરંતુ ટોચના 10 ના નીચલા ક્રમમાં થોડી ઉથલપાથલ જોવા મળી છે.
રોહિત શર્મા ફરી એકવાર નંબર વન બન્યો
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ICC ODI રેન્કિંગમાં નંબર વન બેટ્સમેન બન્યો છે. તેનું રેટિંગ 781 છે. જોકે, રોહિતે આ દરમિયાન કોઈ ODI મેચ રમી નથી. ગયા અઠવાડિયે નંબર વન પર પહોંચેલા ન્યુઝીલેન્ડના ડેરિલ મિશેલ હવે બીજા સ્થાને સરકી ગયા છે. ICC રેન્કિંગના નિયમો અનુસાર, જ્યારે કોઈ ટીમ રમે છે અને કોઈ ખેલાડી ગેરહાજર હોય છે, ત્યારે તેનું રેટિંગ આપમેળે ઘટી જાય છે. ડેરિલ મિશેલ સાથે પણ આવું જ થયું હતું. ન્યુઝીલેન્ડની ટીમે મિશેલ વિના થોડી મેચ રમી હતી, જેના કારણે રેટિંગમાં ઘટાડો થયો હતો. તેનું રેટિંગ હવે 766 છે.
