પાકિસ્તાનમાં ચાલી રહેલી T20I ત્રિકોણીય સીરિઝ વચ્ચે ICC એ નવીનતમ રેન્કિંગ જાહેર કર્યું છે.ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર અને કેપ્ટન સિકંદર રઝાએ T20I રેન્કિંગમાં ઇતિહાસ રચ્યો છે.સિકંદર રઝા ICC T20I રેન્કિંગમાં નંબર-1 ઓલરાઉન્ડર બન્યા છે.તેમણે પાકિસ્તાનના  ઓલરાઉન્ડર સેમ અયુબને નંબર-1 સ્થાન પરથી હટાવીને ટોચનું સ્થાન મેળવ્યું છે.શ્રીલંકા અને ઝિમ્બાબ્વે પણ પાકિસ્તાનમાં ચાલી રહેલી T20I ત્રિકોણીય સીરિઝમાં ભાગ લઈ રહ્યા છે.ઝિમ્બાબ્વે અત્યાર સુધી ફક્ત એક જ મેચ જીતી શક્યું છે,ત્રણ મેચ હારી ગયું છે.આમ છતાં,રઝાએ T20I ઓલરાઉન્ડર રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે.


સેમ અયુબને હારનો સામનો કરવો પડ્યો

શ્રીલંકા સામેની તાજેતરની મેચમાં,રઝાએ બેટ અને બોલ બંનેથી નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.તેણે 29 બોલમાં 37 રન બનાવ્યા હતા,જેમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા.તેણે પોતાની ચાર ઓવરમાં માત્ર 4.20 ના ઇકોનોમી રેટથી 17 રન આપ્યા હતા.તેના ઓલરાઉન્ડ પ્રદર્શનથી તે પાકિસ્તાનના સેમ અયુબને પાછળ છોડીને T20Iઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચ પર પહોંચવામાં મદદ મળી.39 વર્ષીય રઝા તેના 13 વર્ષના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પહેલીવાર T20I ઓલરાઉન્ડર રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચ્યો છે.રઝા 2022 ના ICC મેન્સ T20 વર્લ્ડ કપ પછી ટોચના 10 ઓલરાઉન્ડરોમાં સામેલ છે.રઝા તાજેતરમાં સપ્ટેમ્બરમાં નંબર વન ODI ઓલરાઉન્ડર બન્યો હતો. જોકે, તે હાલમાં ODI ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા સ્થાને છે.

મોહમ્મદ નવાઝ એક સ્થાન આગળ વધ્યો

સેમ અયુબ T20I ઓલરાઉન્ડર રેન્કિંગમાં બીજા સ્થાને સરકી ગયો છે,જ્યારે તેના પાકિસ્તાની સાથી મોહમ્મદ નવાઝ ત્રિકોણીય સીરિઝમાં બોલ સાથેના શાનદાર પ્રદર્શન પછી એક સ્થાન આગળ વધીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. ત્રીજા અને છઠ્ઠા સ્થાન વચ્ચે કોઈ ફેરફાર થયો નથી.વેસ્ટ ઈન્ડિઝનો રોસ્ટન ચેઝ ત્રીજા સ્થાને,અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી ચોથા સ્થાને અને રોમારિયો શેફર્ડ પાંચમા સ્થાને યથાવત છે.ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છઠ્ઠા સ્થાને યથાવત છે. નેપાળના દિપેન્દ્ર સિંહ એરી એક સ્થાન નીચે આવીને આઠમા સ્થાને પહોંચી ગયા છે.શ્રીલંકાના વાનિન્દુ હસરંગા અને અફઘાનિસ્તાનના અઝમાતુલ્લાહ ઉમરઝાઈ સમાન રેટિંગ સાથે નવમા સ્થાને છે. 


આ પણ  વાંચો -IMran Khan Profile : ઈમરાન ખાનનો આ રેકોર્ડ તોડવો લગભગ અશક્ય... ક્રિકેટ કેરિયરમાં બનાવ્યો મોટો કિર્તિમાન


  • Follow us on: