ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જેનાથી ટીમ ઈન્ડિયાને પહેલા બેટિંગ કરવાની તક મળી હતી. બીજી તરફ, કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે આ મેચ માટે પ્લેઈંગ ઈલેવન માં ત્રણ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા હતા.
ભારતની પ્લેઈંગ ઈલેવનમાં મોટો ફેરફાર
ભારતીય T20 ટીમનો વાઈસ કેપ્ટન શુભમન ગિલ પગની ઈજાને કારણે આ મેચમાં રમી શક્યો ન હતો. આ સીરિઝમાં ગિલનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું હતું, તેથી વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને તેના સ્થાને સામેલ કરવામાં આવ્યો હતો. સેમસન આ શ્રેણીમાં પહેલી મેચ રમી રહ્યો છે અને ઓપનિંગની જવાબદારી સંભાળી રહ્યો છે.
