એશિઝ સીરિઝની ચોથી ટેસ્ટ બાદ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 ચક્ર પોઈન્ટ ટેબલમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર બોક્સિંગ ડે ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને ચાર વિકેટથી હરાવ્યું,જે 14 વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં તેમની પ્રથમ ટેસ્ટ જીત હતી.આ મેચ ફક્ત બે દિવસમાં સમાપ્ત થઈ ગઈ,જે શ્સીરિઝમાં આ પ્રકારની બીજી મેચ હતી.આના પરિણામે ઓસ્ટ્રેલિયાને WTC પોઈન્ટ ટેબલમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ઇંગ્લેન્ડને ખાસ ફાયદો થયો નહીં.
WTC પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર
આ જીતથી ઇંગ્લેન્ડનો પોઈન્ટ ટકાવારી (PTC) 27.08 થી વધીને 35.19 થયો. જોકે, તેઓ સાતમા સ્થાને રહ્યા છે. તેઓએ નવ મેચ રમી છે અને ફક્ત ત્રણ જ જીતી છે. તેઓએ પાંચ હારી છે અને એક ડ્રો રહી છે, જેના પરિણામે તેમની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. બીજી તરફ, ઓસ્ટ્રેલિયાને આ ચક્રમાં તેમની પહેલી હારનો સામનો કરવો પડ્યો. કાંગારૂઓ, જેમણે તેમની પ્રથમ છ મેચ જીતીને 100 ટકા ટકાવારી મેળવી હતી, તે હવે 85.71 પર આવી ગઈ છે, પરંતુ તેઓ ટોચ પર છે. આનો અર્થ એ થયો કે ઓસ્ટ્રેલિયાનું સ્થાન યથાવત છે, પરંતુ તેમના પોઈન્ટ ટકાવારીમાં ઘટાડો થયો છે.













