એશિઝ સીરિઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને શાનદાર રીતે 8 વિકેટથી હરાવ્યું, સીરિઝમાં 1-0 ની લીડ મેળવી.આ મેચમાં થયેલા હારના પરિણામે ઇંગ્લેન્ડે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27 પોઈન્ટ ટેબલમાં સ્થાન ગુમાવ્યું છે.પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઇનલ માટે ક્વોલિફાય થઈ છે.


ઇંગ્લેન્ડનો PCTમાં થયો ઘટ્યો 

મેચ પહેલા, ઇંગ્લેન્ડ WTC પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે હતો અને તે હજુ પણ છે. જોકે, તેમનો PCT ઘટ્યો છે. મેચ પહેલા તેમનો PCT 43.33 હતો, જે હવે ઘટીને 36.11 થઈ ગયો છે. ઇંગ્લેન્ડે વર્તમાન WTC ચક્રમાં કુલ છ મેચ રમી છે, જેમાં બે જીતી છે અને ત્રણ હાર્યો છે.

ઓસ્ટ્રેલિયા WTC 2025-27 માં એક પણ મેચ હાર્યું નથી.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમે તેનો અજેય ક્રમ ચાલુ રાખ્યો છે. ટીમે અત્યાર સુધી ચાર મેચ રમી છે અને ચારેય જીતી છે. તેનો PCT હાલમાં 100 પર છે, જે તેને પોઈન્ટ ટેબલમાં ટોચ પર રાખે છે.

ભારતીય ટીમ ચોથા ક્રમે

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચની સીરિઝ રમી રહી છે. ભારત આ સીરિઝની પહેલી મેચ 30 રનથી હારી ગયું હતું, જ્યારે બીજી મેચ ગુવાહાટીમાં રમાઈ રહી છે. ભારત હાલમાં WTC 2025-27 પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. ટીમે અત્યાર સુધીમાં કુલ આઠ મેચ રમી છે, જેમાં ચાર જીતી છે, ત્રણ હાર્યા છે અને એક ડ્રો થઈ છે.તેનો PCT 54.17 છે.એશિઝ સીરિઝની પહેલી મેચમાં, ઇંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 205 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેને ઓસ્ટ્રેલિયાએ ટ્રેવિસ હેડની સદીની મદદથી સરળતાથી પાર કરી લીધો હતો, જેમણે 123 રન બનાવ્યા હતા. મિશેલ સ્ટાર્કે પણ શાનદાર બોલિંગ કરી, મેચમાં 10 વિકેટ લીધી, જેના કારણે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો.

આ પણ  વાંચો - Vaibhav Suryavanshiને દક્ષિણ આફ્રિકા સામેની T20 સીરિઝમાં તક મળશે ?


  • Follow us on: