T20 ક્રિકેટમાં એક અલગ છાપ છોડનાર ક્રિસ ગેલ હવે એક નવી ટીમનો માલિક બન્યા છે.યુનિવર્સ બોસે યુરોપિયન T20 લીગમાં એક ટીમ ખરીદી છે.વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ક્રિસ ગેલ ગ્લાસગો ફ્રેન્ચાઇઝના સહ-માલિક બન્યા છે.આ લીગની પહેલી સીઝન હશે,અને બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચન પણ સહ-માલિક છે.આ લીગ 2025માં શરૂ થઈ હતી.પરંતુ આ ટુર્નામેન્ટ આ વર્ષે શરૂ થવાની છે.લીગમાં ક્રિસ ગેલની ભાગીદારીએ ચાહકો માટે તેને વધુ રોમાંચક બનાવી દીધી છે.લીગમાં ઘણા અન્ય મોટા સ્ટાર્સ પણ જોવા મળશે.

અભિષેકે ક્રિસ ગેલ વિશે શું કહ્યું?

લીગમાં ક્રિસ ગેલનું સ્વાગત કરતા અભિષેક બચ્ચને કહ્યું કે અમને મુગાફી ગ્રુપ અને ક્રિસ ગેલનું આ સફરમાં સ્વાગત કરવામાં આનંદ થાય છે.યુરોપિયન ક્રિકેટ ઉત્સાહથી ભરેલું છે.અહીં એક સંસ્કૃતિ વિવિધતા અને અપાર સંભાવના છે.અમે આ લીગ દ્વારા નવી પ્રતિભાઓને તેમની પ્રતિભા દર્શાવવાની તક આપીશું.ક્રિસ ગેલે આ ખાસ પ્રસંગે એમ પણ કહ્યું, કે મેં દુનિયાભરની ફ્રેન્ચાઇઝી લીગમાં રમી છે અને મને ખાતરી છે કે આ લીગ ખાસ રહેશે.

આ લીગ સાથે ઘણા સ્ટાર ખેલાડીઓ જોડાયા
ક્રિસ ગેલ ઉપરાંત ગ્લેન મેક્સવેલ અને સ્ટીવ વો જેવા ખેલાડીઓ પણ સામેલ છે.એમ્સ્ટરડેમ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ સ્ટીવ વો અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન હોકી કેપ્ટન જેમી ડ્વાયર કરશે.એડિનબર્ગ ફ્રેન્ચાઇઝી ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ નાથન મેક્કુલમ અને કાયલ મિલ્સ પાસે રહેશે. આ લીગની પહેલી સીઝન 26 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર સુધી રમાશે.આ ટુર્નામેન્ટમાં કુલ છ ટીમો ભાગ લેશે,જેમાં 33 મેચ રમાશે.બધી મેચ છ અલગ અલગ શહેરોમાં યોજાશે ગ્લાસગો,એમ્સ્ટરડેમ, એડિનબર્ગ, ડબલિન,બેલફાસ્ટ અને રોટરડેમ.


  • Follow us on: