ક્રિકેટ જગતમાં ધૂમ મચાવનાર યોદ્ધા હવે હોસ્પિટલમાં પોતાના જીવન માટે લડી રહ્યો છે. અફઘાન ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ અને આદરણીય બોલરોમાંના એક શાપૂર ઝદરાનની હાલત ખરાબ થઈ ગઈ છે. હાલમાં તેમની હાલત ગંભીર છે, અને વિવિધ સારવારનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાપૂર ઝદરાન ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. ફેન્સ પણ તેમની હાલત અંગે ખૂબ ચિંતિત છે.


શાપૂર ઝદરાનનું સ્વાસ્થ્ય નાજુક છે

શાપૂર ઝદરાન હાલમાં નાદુરસ્ત તબિયત છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝદરાન હાલમાં સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. શાપૂરના ભાઈ, ધમાઈ ઝદરાને પણ થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ભૂતપૂર્વ અફઘાનિસ્તાન ક્રિકેટરની તબિયત ખરાબ છે. અફઘાનિસ્તાન અંડર-19 ક્રિકેટ ટીમના કોચ રઈસ અહમદઝાઈએ જણાવ્યું હતું કે ઝદરાનના શ્વેત રક્તકણોની સંખ્યામાં ઘટાડો થયો છે, જેના કારણે તેની તબિયત બગડી રહી છે.

શું ભારતમાં સારવાર ઉપલબ્ધ થશે?

અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ઝદરાનની સારવાર અંગે ખૂબ જ ગંભીર છે. એસીબીના પ્રવક્તા સઈદ નસીમ સદતે ટોલો ન્યૂઝને જણાવ્યું હતું કે ઝદરાનના ભારતીય વિઝા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેને તબીબી સારવાર માટે ભારત મોકલવાની તૈયારી ચાલી રહી છે. સદતે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શાપૂરની ભારત યાત્રા માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ થશે, અને તે સારવાર મેળવી શકશે.

શાપૂર ઝદરાનની ક્રિકેટ કારકિર્દી

શાપૂર ઝદરાને ઓગસ્ટ 2009 માં અફઘાનિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેની 14 વર્ષની કારકિર્દીમાં, તેણે અફઘાન ટીમ માટે 44 વનડે રમી હતી, જેમાં 43 વિકેટ લીધી હતી. તેણે 36 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પણ ભાગ લીધો હતો, જેમાં 37 વિકેટ લીધી હતી. 38 વર્ષીય ખેલાડીએ જાન્યુઆરી 2025 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો- U19 World Cup 2026 : USA એ ભારત સામે મેદાનમાં ઉતારી ઇન્ડિયા 11, પ્રથમ મેચમાં જ સર્જાયો ઇતિહાસ!

  • Follow us on: