દુનિયામાં એક એવો ખૂંખાર બેટ્સમેન છે જેણે 1 ઓવરમાં 8 છગ્ગા ફટકારી અસંભવ રેકોર્ડ બનાવી દીધો હતો. સામાન્ય રીતે 1 ઓવરમાં 6 બોલ હોય છે, છતાં પણ આ બેટ્સમેને 8 છગ્ગા ફટકારી ઇતિહાસ રચી દીધો. દુનિયામાં માત્ર આ એક બેટ્સમેને ક્રિકેટના મેદાન પર એવું તાંડવ મચાવ્યું કે, આખા દુનિયામાં કોઈએ સપનામાં પણ નહીં વિચાર્યું હોય. 1 ઓવરમાં 8 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ, આ કોઈ મજાક નથી પરંતુ હકીકત છે.


માત્ર એક ઓવરમાં 8 છગ્ગા ફટકાર્યા

આ બેટ્સમેનના પ્રચંડ પ્રહાર આગળ વિરોધી ટીમના બોલર્સ પણ પાણી ભરતા થઈ ગયા અને રહેમની ભીખ માંગતા જોવા મળ્યાં.આ બેટ્સમેને ન માત્ર એક ઓવરમાં 8 છગ્ગા ફટકાર્યા, પરંતુ આ ઓવરમાં કુલ 70 રન પણ ફટકારી દીધા,આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડની એક ફર્સ્ટ ક્લાસ મેચ દરમિયાન સામે આવ્યો.ન્યૂઝીલેન્ડમાં એક બેટ્સમેન લી જર્મને આ અસંભવ કામ કરી બતાવ્યું છે.ન્યૂઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર લી જર્મને 20 ફેબ્રુઆરી 1990માં કેન્ટરબરી માટે એક ફર્સ્ટ ક્લાસ મેચ રમતા વેલિંગ્ટન સામે એક ઓવરમાં 8 છગ્ગા ફટકારી દીધા હતા.

લી જર્મને કર્યો કમાલ

આખી દુનિયામાં માત્ર લી જર્મન જ એવો બેટ્સમેન છે, જેણે એક જ ઓવરમાં 8 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે. લી જર્મને ન માત્ર એક ઓવરમાં 8 છગ્ગા ફટકાર્યા, પરંતુ કુલ 70 રન પણ ફટકાર્યા હતા. આ ક્રિકેટ મેચમાં એક ઓવરમાં બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ છગ્ગા અને રનનો વર્લ્ડ રેકોર્ડ છે. આ ઘટના ક્રાઇસ્ટચર્ચમાં કેન્ટરબરી દરમિયાન વેલિંગ્ટનના શેલ ટ્રોફી મેચના છેલ્લા દિવસે જોવા મળી. આ વેલિંગ્ટનની સીઝનની છેલ્લી મેચ હતી અને તેઓએ પોતાની ઇનિંગ ડિક્લેર કરી કેન્ટરબરીને 59 ઓવરમાં 291 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર 

કેન્ટરબરીના બેટ્સમેન લી જર્મને આ મેચ દરમિયાન વેલિંગ્ટનના બેટ્સમેન બર્ટ વેન્સની એક ઓવરમાં તોફાની અંદાજમાં બેટિંગ કરતા 70 રન ઠોકી દીધા. હકીકતમાં બર્ટ વેન્સે આ ઓવરમાં કુલ 22 બોલ ફેંક્યા હતા. લી જર્મને બર્ટ વેન્સની આ ઓવરમાં 8 છગ્ગા અને 5 ચોગ્ગા ફટકારી દીધા. જણાવી દઈએ કે, ન્યૂઝીલેન્ડ માટે ચાર ટેસ્ટ રમનાર પૂર્વ ક્રિકેટર બર્ટ વેન્સના નામે ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોંઘી ઓવર ફેંકવાનો રેકોર્ડ નોંધાયેલો છે તેણે પોતાની ઓવરમાં 77 રન લુટાવ્યા હતા.લી જર્મને બર્ટ વેન્સની આ ઓવરમાં 70 રન બનાવ્યા હતા. જ્યારે તેના સાથી ખેલાડી ફોર્ડે 5 રન બનાવ્યાં. બાકીના બે રન ટીમના ખાતામાં જોડાયા હતા.

આ પણ વાંચો - IPL 2026: 10 ખેલાડી સાથે રમી રહી છે RCB, કેવી રીતે ચેમ્પિયન બનશે રજતની ટીમ?

  • Follow us on: