આઈપીએલ 2026 (IPL 2026) ના સમાપન સાથે જ ભારતીય ક્રિકેટ જગતમાં મોટા ફેરફારોના સંકેતો મળી રહ્યા છે. ભારતીય ટીમને ટી૨૦ ફોર્મેટમાં નવી ઊંચાઈઓ પર લઈ જનાર સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ પાસેથી કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. આટલું જ નહીં, છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલા સૂર્યાને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેના આગામી પ્રવાસ માટે ભારતીય ટીમમાંથી પણ બહાર રાખવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. BCCI હવે સંપૂર્ણપણે નવા વિઝન સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ભારતીય ટી૨૦ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી શકે છે.


ગૌતમ ગંભીર સાથે ચર્ચા બાદ BCCI નો મોટો નિર્ણ

BCCIના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા અનુસાર, ચીફ સિલેક્ટર, બોર્ડના સભ્યો અને ટીમ મેનેજમેન્ટે મુખ્ય કોચ ગૌતમ ગંભીર સાથે લાંબી ચર્ચા કર્યા બાદ આ કડક નિર્ણય લીધો છે. 'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' સાથેની વાતચીતમાં અધિકારીએ જણાવ્યું કે, "સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભલે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હોય, પરંતુ તેના વર્તમાન ફોર્મ અને ભવિષ્યની રણનીતિને જોતાં મેનેજમેન્ટે હવે આગળ વધવાનો (નવા ખેલાડીઓને તક આપવાનો) સમય આવી ગયો હોવાનું સ્વીકાર્યું છે. આગામી સિરીઝ માટે તેની પસંદગી નહીં થાય અને આ અંગે સૂર્યાને પણ ટૂંક સમયમાં જાણ કરી દેવામાં આવશે."

કેપ્ટનશિપના કારણે સૂર્ય કુમારનું પ્રદર્શન કથળ્યું

વર્ષ ૨૦૨૪માં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ ભારતે વેસ્ટ ઈન્ડિઝમાં ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો, જેના પછી રોહિતે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી અને કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી હતી. જો કે, કેપ્ટન બન્યા પછી સૂર્યાની બેટિંગ ગ્રાફ સતત નીચે આવ્યો છે. છેલ્લા બે વર્ષથી તે મોટા સ્કોર બનાવવામાં અસમર્થ રહ્યો છે. તાજેતરમાં પૂરી થયેલી આઈપીએલ 2026 માં પણ તેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. જો કે તેણે રાજસ્થાન રોયલ્સ સામેની છેલ્લી મેચમાં અડધી સદી ફટકારી હતી, પરંતુ સમગ્ર સીઝન દરમિયાન તે રન બનાવવા માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો.

ટીમ ઇન્ડિયાનું આગામી T20 શેડ્યૂલ

આ મહિનાના અંતમાં ભારતીય ટીમ એક ખૂબ જ વ્યસ્ત ટી૨૦ શેડ્યૂલ શરૂ કરવા જઈ રહી છે, જેમાં તદ્દન નવી ટીમ અને નવા કેપ્ટનની રણનીતિ જોવા મળશે. આયર્લેન્ડ પ્રવાસમાં ભારત બે ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમશે. જયારે ઇંગ્લેન્ડ પ્રવાસમાં આયર્લેન્ડ પછી ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની મોટી ટી૨૦ શ્રેણી માટે મેદાનમાં ઉતરશે.

  • Follow us on: