સાયબર ક્રાઇમની ઘટનામાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. સાયબર ગઠિયાઓ લોકોને શિકાર બનાવતા હોય છે ત્યારે હવે સાયબર હેકર્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રિંકુ સિંહનું ફેસબુક આઈડી હેક કર્યું છે. તેઓ તેમના મોનીટાઈઝ આઈડીમાંથી થતી આવક પણ ઉપાડી રહ્યા છે,આ આઈડીમાં 1.6 મિલિયન ફોલોઅર્સ છે. રિંકુ સિંહે આ અંગે SSPને જાણ કરી. બાદમાં તેમના ભાઈ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે સાયબર પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો.
રિંકુ સિંહ ફેસબુક આઈડી થયું હેક
લાંબા સમયથી ક્રિકેટ રમવામાં વ્યસ્ત રિંકુ સિંહ પોતાના ફેસબુક આઈડી પર ધ્યાન આપી શક્યો ન હતો. તાજેતરમાં, જ્યારે તેમણે પોતાનું આઈડી ચેક કર્યું, ત્યારે તેઓ તેને એક્સેસ કરી શક્યા નહીં. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમનો ફેસબુક આઈડી જીમેલ આઈડી રિંકુકુમાર344.8.7 થી લોગ ઇન થયેલ હતો. હવે, આ જીમેલ આઈડીનો ઉપયોગ “કોમર્શિયલ.રિંકુકુમાર” તરીકે થઈ રહ્યો છે. હેકર્સ તેમના ફેસબુક આઈડીમાંથી પણ આવકનો ઉપયોગ કરી રહ્યા છે.













