2025 વર્ષ મહિલા ક્રિકેટ માટે એક રિપ્તાર્થી વર્ષ સાબિત થયું. આ વર્ષમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા આયોજિત મહિલા ક્રિકેટ વર્લ્ડ કપે વિશ્વને આઘાત આપ્યો, જ્યાં ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત આ ઐતિહાસિક જીતી મેળવી હતી. આ ઉપરાંત ક્વોલિફાયર ટુર્નામેન્ટ, લીગ મેચો અને વિવિધ માઈલસ્ટોન્સે મહિલા ક્રિકેટને નવી ઊંચાઈઓ આપી. આ લેખમાં અમે 2025ના મુખ્ય ઘટનાઓ, પરિણામો અને રેકોર્ડ્સની ઝલક આપીશું, જે મહિલા ક્રિકેટના વિકાસને દર્શાવે છે.

ભારતે ફાઇનલમાં નેપાળને હરાવી જીત્યું ટાઇટલ

ટીમની આ સફળતા એક સંપૂર્ણ અભિયાનનું પરિણામ છે, જેમાં ભારતીય ટીમે સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન એક પણ મેચ હાર્યા વિના સંપૂર્ણ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. ફાઇનલ મેચમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ભારતે નેપાળને 20 ઓવરમાં 5 વિકેટે 114 રન પર અટકાવ્યું હતું. આ લક્ષ્યનો પીછો ભારતીય ટીમે માત્ર 12.1 ઓવરમાં જ પાર કરી લીધો હતો, જેમાં 47 બોલ બાકી હતા. ખુલા શરીર સૌથી શાનદાર પર્ફોર્મર સાબિત થયા, જેમણે 27 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 44 રન બનાવીને ભારતને આરામથી જીત તરફ દોરી દીધું. સેમિફાઇનલમાં પણ ભારતે ઓસ્ટ્રેલિયા પર નવ વિકેટે શાનદાર જીત મેળવી હતી.

PM મોદીએ પાઠવ્યા અભિનંદન

પીએમ મોદીએ ટીમની પ્રશંસા કરતા ટ્વિટર પર લખ્યું, આ સિદ્ધિ સખત મહેનત, ટીમ ભાવના અને દૃઢ સંકલ્પનું એક ચમકતું ઉદાહરણ છે. દરેક ખેલાડી ચેમ્પિયન છે. આ જીત આવનારી પેઢીઓને પ્રેરણા આપશે." આ જીતને માત્ર મેડલ જ નહીં, પરંતુ ભારતના દિવ્યાંગ રમતગમતની ઓળખ અને આત્મસન્માનનો વિજય માનવામાં આવી રહ્યો છે.

ખેલાડીઓએ પીએમને હસ્તાક્ષરવાળું બેટ પણ ભેટમાં આપ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોક કલ્યાણ માર્ગ પર સ્થિત તેમના નિવાસસ્થાને ભારતીય બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમનું સ્વાગત કર્યું. પ્રધાનમંત્રીએ તમામ ખેલાડીઓ અને કોચિંગ સ્ટાફનું વર્લ્ડ કપ ટ્રોફી સાથે સ્વાગત કર્યું.આ પ્રસંગે, પ્રધાનમંત્રીએ ભારતીય ટીમની કેપ્ટન દીપિકા અને અન્ય ખેલાડીઓ સાથે ખુલીને વાત કરી અને તેમને મીઠાઈ પણ ખવડાવી. ખેલાડીઓએ પીએમને હસ્તાક્ષરવાળું બેટ પણ ભેટમાં આપ્યું.અગાઉ, વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પણ વિજેતા બ્લાઇન્ડ મહિલા વર્લ્ડ કપ ટીમ સાથે મુલાકાત કરી. તેમણે 10, જનપથ, નવી દિલ્હી ખાતે બ્લાઇન્ડ મહિલા ક્રિકેટ ટીમનું આયોજન કર્યું.

નીતા અંબાણીએ અભિનંદન આપ્યા

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન આપ્યા. ભારતીય બ્લાઇન્ડ મહિલા ટીમે બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપની શરૂઆતની આવૃત્તિ જીતીને ઇતિહાસ રચ્યો. રવિવારે કોલંબોમાં ફાઇનલમાં ભારતીય ખેલાડીઓએ નેપાળને સાત વિકેટથી હરાવ્યું. નીતા અંબાણીએ ભારતની દૃષ્ટિહીન મહિલા ક્રિકેટ ટીમની હિંમત, સ્થિતિસ્થાપકતા અને અતૂટ ભાવના માટે પ્રશંસા કરી.


આ પણ  વાંચો -Flashback 2025 : ભારતીય નારી શક્તિનો 48 વર્ષનો ઇંતજાર સમાપ્ત થયો, જાણો કેવી રીતે મળી મહિલા ક્રિકેટ ટીમને નવી ઓળખ...