ભારતીય ટીમને સતત બીજી વખત ICC T20I વર્લ્ડ કપ જીતવાની દાવેદાર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ મજબૂત રમત રમીને ટુર્નામેન્ટ પહેલા ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 સીરિઝમાં સતત ત્રણ મેચ જીતીને અજેય લીડ મેળવી. ICCએ ખેલાડીઓને તેમના મજબૂત પ્રદર્શન બદલ રેન્કિંગ આપ્યું છે. ભારતીય ઓપનર અભિષેક શર્મા, જેણે કિવી બોલરોને હંફાવ્યા હતા, તેણે નંબર વન સ્થાન માટેનો પોતાનો દાવો વધુ મજબૂત બનાવ્યો છે.


અભિષેક શર્મામાં નંબર 1  પર

ઓપનર અભિષેક શર્માને તેના ઉત્તમ ફોર્મ માટે ઇનામ આપવામાં આવ્યો છે અને T20i બેટિંગ રેન્કિંગમાં તેની લીડ વધુ મજબૂત બનાવી છે. ડાબોડી બેટ્સમેન ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી પાંચ મેચની સીરિઝની પ્રથમ બે મેચમાં બે અડધી સદી ફટકાર્યા બાદ રેન્કિંગમાં ટોચ પર 80 રેટિંગ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે. અભિષેકનું રેટિંગ 929 પોઈન્ટ છે, જે ગયા વર્ષે એશિયા કપ દરમિયાન મેળવેલા તેના કારકિર્દીના શ્રેષ્ઠ રેટિંગ 931 થી માત્ર બે પોઇન્ટ દૂર છે. ઇંગ્લેન્ડના ઓપનર ફિલ સોલ્ટ (849 રેટિંગ પોઈન્ટ) તેના નજીકના હરીફ રહ્યા છે, જ્યારે તિલક વર્મા (781) ત્રીજા સ્થાને છે.

ભારતીય ખેલાડી પણ ટોચના 10માં સામેલ

બીજો એક ભારતીય ખેલાડી પણ ટોચના 10માં સામેલ છે. ગુવાહાટીમાં ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20Iમાં અણનમ 57 રન બનાવ્યા બાદ ભૂતપૂર્વ નંબર 1 બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આ અઠવાડિયે પાંચ સ્થાન ઉપર છલાંગ લગાવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે. T20 વર્લ્ડ કપ શરૂ થવાને હવે માત્ર 10 દિવસ બાકી છે, ત્યારે આ ભારત માટે સારા સમાચાર છે. ન્યુઝીલેન્ડ સામેના પ્રભાવશાળી પ્રદર્શનને કારણે ટીમના ઘણા અન્ય ખેલાડીઓએ પણ રેન્કિંગમાં સુધારો કર્યો છે.

આ પણ  વાંચો - U19 World Cup 2026 : શું પાકિસ્તાન સેમિફાઇનલમાંથી બહાર થઈ જશે? જાણો સંપૂર્ણ સમીકરણ



  • Follow us on: