બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને પાકિસ્તાન તરફથી સમર્થન મળ્યું છે. બાંગ્લાદેશ ઇચ્છતું હતું કે ICC સુરક્ષા ચિંતાઓને કારણે તેની T20 વર્લ્ડ કપ મેચો ભારતથી દૂર ખસેડે. બાંગ્લાદેશે એમ પણ કહ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો તેઓ વર્લ્ડ કપમાં ભાગ લેશે નહીં. જોકે, આ પ્રયાસ નિષ્ફળ ગયો અને ICC એ બાંગ્લાદેશને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું. આ પછી, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ના અધ્યક્ષ મોહસીન નકવીએ જણાવ્યું હતું કે સરકાર નક્કી કરશે કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં ભાગ લેશે કે નહીં.
ICCએ પાકિસ્તાનને આપી ચેતવણી
જોકે, મોહસીન નકવીના નિવેદનથી ICC ના ગુસ્સે ભરાયું છે.એક અહેવાલ મુજબ, ICC એ પાકિસ્તાનને ચેતવણી આપી છે. ICC એ પાકિસ્તાન પર પ્રતિબંધો લાદવાની વાત કરી છે, જેમાં એશિયા કપમાંથી પ્રતિબંધ પણ શામેલ હોઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે જો પાકિસ્તાન પણ વર્લ્ડ કપમાંથી ખસી જાય છે, તો ICC તેના પર અનેક પ્રતિબંધો લાદી શકે છે. આમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે દ્વિપક્ષીય શ્રેણી ન રમવાનો, પાકિસ્તાન સુપર લીગ (PSL) માં વિદેશી ખેલાડીઓને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ન આપવાનો અને તેમને એશિયા કપમાં ભાગ લેવાની મંજૂરી ન આપવાનો સમાવેશ થાય છે.
ICC એ આપી PSL બંધ કરવાની ધમકી!
એક સૂત્રએ જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન પણ T20 વર્લ્ડ કપ ન રમવાનો નિર્ણય લે છે, તો ICC પ્રતિબંધો લાદશે, જેમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય ટીમ સાથે દ્વિપક્ષીય શ્રેણી નહીં, PSLમાં વિદેશી ખેલાડીઓ માટે NOC નહીં અને એશિયા કપમાં ભાગ ન લેવાનો સમાવેશ થાય છે.
મોહસીન નકવીનું વિવાદાસ્પદ નિવેદન
અગાઉ, મોહસીન નકવીએ બાંગ્લાદેશ સાથેના વર્તનને અન્યાયી ગણાવ્યું હતું અને ICC પર બેવડા ધોરણો અપનાવવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે પાકિસ્તાન વર્લ્ડ કપમાં રમશે કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય સરકારનો રહેશે. નકવીએ પત્રકારોને જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ સાથે અન્યાય થયો છે. એક દેશ જ્યારે ઇચ્છે ત્યારે કોઈપણ નિર્ણય લઈ શકે છે, પરંતુ બીજા માટે એવું નથી. બાંગ્લાદેશ એક મહત્વપૂર્ણ સભ્ય છે અને તેની સાથે આવો અન્યાય ન થવો જોઈએ.
PCBનો આકરો પ્રહાર
PCB ચેરમેને એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે વૈશ્વિક સંસ્થા આવા નિર્ણયો કેવી રીતે લે છે. તેણે આરોપ લગાવ્યો હતો કે એક દેશ અનુચિત દબાણ લાવી રહ્યો છે. નકવીએ પૂછ્યું હતું કે, એક દેશ શરતો નક્કી કરી રહ્યો છે. જ્યારે ICCએ પોતાના ફાયદા માટે પાકિસ્તાન અને ભારતમાં સ્થળો બદલ્યા હતા, ત્યારે બાંગ્લાદેશ માટે પણ આવું કેમ ન કરવામાં આવ્યું?
આ પણ વાંચો- સની દેઓલની ફિલ્મનો બીજા દિવસે બોક્સ ઓફિસ પર તરખાટ, બોર્ડર 2એ ધુરંધર સહિત અનેકના તોડ્યા રેકોર્ડ!