ICC એ વિમેન્સ વર્લ્ડકપ 2025 ના સંપૂર્ણ શેડ્યુલની જાહેરાત કરી છે. ટુર્નામેન્ટની શરુઆત 30 સપ્ટેમ્બરે યજમાન ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચથી શરૂ થશે, જે બેંગલુરુમાં રમાશે.
આ પછી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા 1 ઓક્ટોબરે ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, જ્યારે એક દિવસ પછી કોલંબોમાં બાંગ્લાદેશનો સામનો પાકિસ્તાન કરશે. ભારત અને પાકિસ્તાન 5 ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે. આ મેચ કોલંબોમાં રમાશે.
ICC વિમેન્સ વર્લ્ડકપ 2025નું આયોજન રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં થશે. ટુર્નામેન્ટનો રાઉન્ડ-રોબિન સ્ટેજ 26 ઓક્ટોબર સુધી ચાલશે. આ પછી સેમીફાઈનલ 29 અને 30 ઓક્ટોબરે યોજાશે. 2 નવેમ્બરે ફાઈનલ મેચ રમાશે. ભારતમાં 4 શહેરો - બેંગલુરુ, ગુવાહાટી, ઈન્દોર અને વિશાખાપટ્ટનમ એટલે કે વિઝાગમાં મેચ રમાશે, જ્યારે પાકિસ્તાન ટીમ તેની બધી મેચ શ્રીલંકાના કોલંબોમાં રમશે.
કોલંબોમાં રમાશે પાકિસ્તાનની મેચ
કોલંબો પાકિસ્તાન માટે પસંદ કરવામાં આવેલું ન્યૂટ્રલ વેન્યૂ છે, જ્યાં 11 રાઉન્ડ-રોબિન મેચ રમાશે, જેમાં શ્રીલંકાની ચાર મેચનો સમાવેશ થાય છે. શ્રીલંકાને ઓસ્ટ્રેલિયા (4 ઓક્ટોબર), ન્યુઝીલેન્ડ (14 ઓક્ટોબર), સાઉથ આફ્રિકા (17 ઓક્ટોબર) અને બાંગ્લાદેશ (20 ઓક્ટોબર) તેમજ પાકિસ્તાન (24 ઓક્ટોબર) ને ઘરઆંગણે રમાનારી ટીમની યજમાની કરવાની તક મળશે.
આ શહેરોમાં રમાશે સેમીફાઈનલ અને ફાઈનલ
પહેલી સેમીફાઈનલ ગુવાહાટી અથવા કોલંબોમાં રમાશે. તે પાકિસ્તાનની ટીમના સેમીફાઈનલમાં પહોંચવા પર નિર્ભર રહેશે. જો પાકિસ્તાન સેમીફાઈનલમાં પહોંચવામાં સફળ થાય છે, તો મેચ ગુવાહાટીને બદલે કોલંબોમાં રમાશે. બીજી સેમીફાઈનલ બેંગલુરુમાં રમાશે. ફાઈનલમાં પણ આ જ નિયમ લાગુ પડશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચે છે, તો ટાઈટલ મેચ કોલંબોમાં યોજાશે નહીં તો ફાઈનલ મેચ બેંગલુરુમાં યોજાશે. ટુર્નામેન્ટની બધી મેચ ભારતીય સમય મુજબ બપોરે 3:00 વાગ્યે શરૂ થશે.
ICC વિમેન્સ વર્લ્ડકપ 2025નું ફુલ શેડ્યુલ
મંગળવાર - 30 સપ્ટેમ્બર - ભારત વિ શ્રીલંકા - બેંગ્લુરુ
બુધવાર, 1 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ - ઈન્દોર
ગુરુવાર, 2 ઓક્ટોબર - બાંગ્લાદેશ વિ પાકિસ્તાન - કોલંબો
શુક્રવાર, 3 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ વિ સાઉથ આફ્રિકા - બેંગ્લુરુ
શનિવાર, 4 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા - કોલંબો
રવિવાર, 5 ઓક્ટોબર - ભારત વિ પાકિસ્તાન - કોલંબો
સોમવાર, 6 ઓક્ટોબર - ન્યુઝીલેન્ડ વિ સાઉથ આફ્રિકા - ઈન્દોર
મંગળવાર, 7 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ વિ બાંગ્લાદેશ - ગુવાહાટી
બુધવાર, 8 ઓક્ટોબર - ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન - કોલંબો
ગુરુવાર, 9 ઓક્ટોબર - ભારત વિ સાઉથ આફ્રિકા - વિઝાગ
શુક્રવાર, 10 ઓક્ટોબર - ન્યુઝીલેન્ડ વિ બાંગ્લાદેશ - વિઝાગ
શનિવાર, 11 ઓક્ટોબર - ઈંગ્લેન્ડ વિ શ્રીલંકા - ગુવાહાટી
રવિવાર, 12 ઓક્ટોબર - ભારત વિ ઓસ્ટ્રેલિયા - વિઝાગ
સોમવાર, 13 ઓક્ટોબર: સાઉથ આફ્રિકા વિ બાંગ્લાદેશ - વિઝાગ
મંગળવાર, 14 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા - કોલંબો
બુધવાર, 15 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિ પાકિસ્તાન - કોલંબો
ગુરુવાર, 16 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિ બાંગ્લાદેશ - વિઝાગ
શુક્રવાર, 17 ઓક્ટોબર: સાઉથ આફ્રિકા વિ શ્રીલંકા - કોલંબો
શનિવાર, 18 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિ પાકિસ્તાન - કોલંબો
રવિવાર, 19 ઓક્ટોબર: ભારત વિ ઈંગ્લેન્ડ - ઈન્દોર
સોમવાર, 20 ઓક્ટોબર: શ્રીલંકા વિ બાંગ્લાદેશ - કોલંબો
મંગળવાર, 21 ઓક્ટોબર: સાઉથ આફ્રિકા વિ પાકિસ્તાન - કોલંબો
બુધવાર, 22 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ - ઈન્દોર
ગુરુવાર, 23 ઓક્ટોબર: ભારત વિ ન્યુઝીલેન્ડ - ગુવાહાટી
શુક્રવાર, 24 ઓક્ટોબર: પાકિસ્તાન વિ શ્રીલંકા - કોલંબો
શનિવાર, 25 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા - ઈન્દોર
રવિવાર, 26 ઓક્ટોબર: ઈંગ્લેન્ડ વિ ન્યુઝીલેન્ડ - ગુવાહાટી
રવિવાર, 26 ઓક્ટોબર: ભારત વિ બાંગ્લાદેશ - બેંગલુરુ
બુધવાર, 29 ઓક્ટોબર: સેમીફાઈનલ 1 - ગુવાહાટી/કોલંબો
ગુરુવાર, 30 ઓક્ટોબર: સેમીફાઈનલ 2 - બેંગલુરુ
રવિવાર, 2 નવેમ્બર: ફાઈનલ - કોલંબો/બેંગલુરુ













