બાંગ્લાદેશની મહિલા ક્રિકેટ ટીમે ICC વિમેન્સ T20I વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય કર્યું છે. નેપાળના મુલપાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી સુપર-સિક્સ સ્ટેજ મેચમાં બાંગ્લાદેશે થાઇલેન્ડની મહિલા ટીમને 39 રનથી હરાવીને પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. બાંગ્લાદેશે મહિલા T20 વર્લ્ડકપ ક્વોલિફાયર્સમાં શાનદાર પ્રદર્શન કર્યું અને એક પણ મેચ હાર્યા વિના 2026 T20 વર્લ્ડ કપ માટે જગ્યા બનાવી લીધી. તેમણે ગ્રુપ સ્ટેજમાં ચારેય મેચ જીતી અને પછી સુપર-સિક્સ રાઉન્ડમાં સતત ત્રણ જીત મેળવી.

બાંગ્લાદેશનો આસાન વિજય

આ મેચમાં, થાઇલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જોકે, બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 165 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. શોભના મોસ્ટારીએ શાનદાર ઇનિંગ રમીને ટીમનું નેતૃત્વ કર્યું, જેમાં 42 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. ઝુઇરિયા ફરદૌસે પણ ટીમને મજબૂત શરૂઆત આપી, 45 બોલમાં 56 રન બનાવ્યા. ઇનિંગના અંતે રિતુ મોનીએ 6 બોલમાં 15 રન બનાવીને ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી. આ દરમિયાન, થાઇલેન્ડ તરફથી થિપાચા પુથાવોંગે શાનદાર બોલિંગ કરી, 4 ઓવરમાં 22 રન આપીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા. ઓન્નિચા કામચોમ્ફુએ 2 વિકેટ લીધી. ફેનિતા માયાએ પણ 1 વિકેટ લીધી.

બાંગ્લાદેશી બોલરોએ ભારે તબાહી મચાવી

166 રનના લક્ષ્યાંકનો બચાવ કરતા, બાંગ્લાદેશે ઉત્તમ બોલિંગનું પ્રદર્શન કર્યું. મારૂફા અખ્તરે ઇનિંગના પહેલા જ બોલે ટીમને સફળતા અપાવી. જોકે, ત્યારબાદ નત્થાકન ચાન્થમે 46 નન્નાપટ કોનચારોનકાઈએ 29અને નારુમોલ ચાઈવાઈએ 30રન બનાવ્યા. જોકે, બાકીના બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ ગયા, જેના કારણે થાઈલેન્ડનો કુલ સ્કોર 20ઓવરમાં 8 વિકેટે 126 રન થયો.મારૂફા અખ્તરે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ 3વિકેટ લીધી. રીતુ મોની અને શોર્ના અખ્તરે 2-2વિકેટ લીધી. ફહિમા ખાતુને પણ 1વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. બાંગ્લાદેશને સુપર 6 રાઉન્ડમાં હજુ ૨ મેચ બાકી છે, પરંતુ તેઓ પહેલાથી જ ક્વોલિફાય થઈ ગયા છે.





  • Follow us on: