દુનિયામાં રમાતી કોઈપણ રમતમાં એક બાબત એકદમ સ્પષ્ટ હોય છે કે સતત અને સખત મહેનત હશે તોજ રમતમાં ટકી શકાશે, પરંતુ અમુક ખેલાડીઓ આ વ્યાખ્યામાં પણ અપવાદ સાબિત થતાં હોય છે. એક ખેલાડી ક્રિકેટ જગતમાં એવો છે જે ભરપૂર આરામ સાથે કારોડોમાં કમાણી કરે છે.

ભરપૂર આરામ સાથે કારોડોમાં કમાણી
સાઉથ આફ્રિકન સ્ટાર ખેલાડી એવા હેનરિક ક્લાસેન જેમણે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું અને આરામની જિંદગી સ્વીકારી છે પરંતું આ સ્ટાર ખેલાડી આરામની સાથે સાથે કારોડોમાં કમાણી પણ કરે છે. હેનરિક ક્લાસેન આખા વર્ષમાં 6 મહિના જેટલો સમય આરામ કરે છે અને બાકીના 6 મહિના અલગ અલગ લીગમાં ક્રિકેટ મેચ રમીને તેના બેટથી તરખાટ મચાવે છે અને સાથે સાથે કમાણીમાં પણ તરખાટ મચાવે છે. હેનરિક ક્લાસેનનો ક્રિકેટ જગતમાં પૈસા કમાવવાનો અંદાજ સૌથી અલગ છે.

T20 લીગમાં કરે છે જોરદાર કમાલ
હેનરિક ક્લાસેન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યા બાદ તેનું સમગ્ર ધ્યાન હવે અલગ અલગ T20 લીગમાં પરોવાયુ છે. આ સ્ફોટક ખેલાડી T20 લીગમાં રમીને તેના બેટથી એવી જોરદાર કમાલ કરે છે કે વાર્ષિક 27 કરોડ રૂપિયાથી વધારે તે લીગ મેચમાં કમાઈ લે છે. એક તરફ ક્રિકેટને અલવિદા કહ્યા બાદ મોટા ભાગના ક્રિકેટરોને કાંતો કામ નથી મળતું હોતું જ્યારે બીજી તરફ આ સાઉથ આફ્રિકન સ્ટાર નિવૃતિ બાદ પણ કરોડો રૂપિયા છાપે છે.

કેવી રીતે કરે છે કરોડોમાં કમાણી?
હેનરિક ક્લાસેન મોટા ભાગનો સમય આરામ કર્યા બાદ લીગ મેચ તરફ વળે છે, જેમાં જાન્યુઆરીમાં, ક્લાસેનને SA20માં રમવા માટે 45 લાખ રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવી હતી ત્યાર બાદ IPLમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમવા માટે તેને 23 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. મેજર લીગ ક્રિકેટમાં હેનરિક ક્લાસેનને રમવા માટે 1.53 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે અને ધ હંડ્રેડમાં રમવા બદલ ક્લાસેનને 2.32 કરોડ રૂપિયા ચૂકવવામાં આવે છે. આમ આ ખેલાડી 6 મહિના જેટલો સામે આરામ કરે છે અને બાકીના સમયમાં લીગ મેચમાં રમીને મોટી આવક પાડે છે
  • Follow us on: