BCCI મહિલા પસંદગી સમિતિએ ઓસ્ટ્રેલિયા સામેની આગામી એકમાત્ર ટેસ્ટ મેચ અને રાઇઝિંગ સ્ટાર એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. આ એકમાત્ર ટેસ્ટ મેચ 6 માર્ચથી પર્થમાં રમાશે. રાઇઝિંગ સ્ટાર એશિયા કપ 13 ફેબ્રુઆરીથી શરૂ થવાનો છે. ટેસ્ટ સીરિઝમાં હરમનપ્રીત કૌર ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. રાઇઝિંગ સ્ટાર એશિયા કપ માટે રાધા યાદવને ઇન્ડિયા A ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. ટીમ ઇન્ડિયા આવતા મહિને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવાની છે, જ્યાં ભારતીય ટીમ ત્રણ સીરિઝ - ODI, T20 અને ટેસ્ટ રમશે.
વિકેટકીપર જી.કમલિની ઓસ્ટ્રેલિયા સીરિઝમાંથી બહાર
હરમનપ્રીત કૌર ટેસ્ટ સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે,જેમાં સ્મૃતિ મંધાના ઉપ-કેપ્ટન હશે.રિચા ઘોષ,ઉમા ચેટ્રી,પ્રતિકા રાવલ અને અન્ય ઘણી સ્ટાર ખેલાડીઓ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝમાં રમતા જોવા મળશે.ODI અને T20 ટીમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વિકેટકીપર જી. કમલિની ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસમાંથી બહાર થઈ ગઈ છે, અને પસંદગીકારોએ તેમના સ્થાને ઉમા છેત્રીનો ભારતની T20I અને ODI ટીમમાં સમાવેશ કર્યો છે.
ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની ટીમ
હહરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, અમનજોત કૌર, રિચા ઘોષ (વિકેટકીપર), ઉમા ચેટ્રી (વિકેટકીપર), પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, દીપ્તિ શર્મા, રેણુકા સિંહ ઠાકુર, સ્નેહા રાણા, ક્રાંતિ ગૌડ, વૈષ્ણવી શર્મા. સયાલી સતઘરે
દિયા યાદવ અને મમતા એમ થઈ બહાર
ACC રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમમાં બે વિકેટકીપરનો સમાવેશ કરવામાં આવ્યો છે. નંદિની કશ્યપ અને મમતા એમ ને વિકેટકીપર-બેટ્સમેન તરીકે સામેલ કરવામાં આવ્યા છે. જોકે, ટીમમાં દિયા યાદવ અને મમતા એમ નો સમાવેશ ફિટનેસ ક્લિયરન્સને આધીન છે, જ્યારે હુમૈરા કાજો, વૃંદા દિનેશ અને અન્ય ઘણી ખેલાડીઓ ટુર્નામેન્ટમાં રમતા જોવા મળશે. ભારતીય મહિલા ટીમ 13ફેબ્રુઆરીએ યુએઈ સામેની મેચથી રાઇઝિંગ સ્ટાર એશિયા કપ અભિયાનની શરૂઆત કરશે. ત્યારબાદ તેઓ 15 અને17 ફેબ્રુઆરીએ ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાન એ અને નેપાળ સામે ટકરાશે.
એસીસી રાઇઝિંગ સ્ટાર એશિયા કપ ટીમ માટે ભારત એ ટીમ:
હુમૈરા કાઝી, વૃંદા દિનેશ, અનુષ્કા શર્મા, દિયા યાદવ*, તેજલ હસબનીસ, નંદની કશ્યપ (વિકેટકીપર), મમતા એમ (વિકેટકીપર)*, રાધા યાદવ (કેપ્ટન), સોનિયા મેંધિયા, મિન્નુ મણિ, તનુજા કંવર, પ્રેમા રાવત, સાયમા ઠાકોર, જિંતામણી કલિતા, નંદની શર્મા.
આ પણ વાંચો - Sports : 10 ચોગ્ગા અને 9 છગ્ગા...માત્ર 21 મિનિટમાં સદીનો આ રેકોર્ડ આજે પણ અકબંધ