ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20I સીરિઝની આજે ચોથો મુકાબલો વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ.રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. ભારત પહેલાથી જ સીરિઝમાં 3-0 થી અજેય લીડ ધરાવે છે. ભારતીય ટીમ આ મેચ માટે શું ફેરફાર કરે છે આ મેચ માટે ફેરફારો લગભગ નિશ્ચિત છે. જસપ્રીત બુમરાહને પહેલાથી જ રોટેશન કરવામાં આવ્યું છે, તેથી તેને ચોથી ટી20 મેચ માટે ફરીથી આરામ આપવામાં આવી શકે છે. જોકે, ફક્ત બુમરાહ જ નહીં, બીજું એક મોટું નામ છે જેના પર કડક નિર્ણય લેવો જરૂરી લાગે છે
શું હાર્દિક પ્લેઇંગ11માંથી બહાર થશે?
હાર્દિક પંડ્યાએ આ સીરિઝની ત્રણેય મેચ રમી છે.તેણે થોડી બેટિંગ કરી છે,પરંતુ ત્રણેય મેચમાં બોલિંગ કરી છે.2026નો T20I વર્લ્ડ કપ ખૂબ નજીક છે, અને આ સમયે, હાર્દિકનું વર્કલોડ મેનેજમેન્ટ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે. હાર્દિકનો ફિટનેસ રેકોર્ડ કોઈ રહસ્ય નથી. તે સંપૂર્ણ રીતે ફિટ રહે છે, જે ટીમ ઇન્ડિયા માટે એક મુખ્ય જરૂરિયાત છે. જ્યારે સીરિઝ પહેલાથી જ જીતી લેવામાં આવી છે, ત્યારે એવા ખેલાડીને રમવું જેનું મહત્વ વર્લ્ડ કપમાં ખૂબ વધારે છે તે એક મોટું જોખમ બની શકે છે. જો આ મેચમાં હાર્દિકને કંઈ થાય છે, તો તે ભારત માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.













