ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વનડે સીરિઝ પૂર્ણ થઈ ગઈ છે,જેમાં ટીમ ઈન્ડિયાને નિરાશાજનક હારનો સામનો કરવો પડ્યો છે.ઘરઆંગણે સીરિઝ ગુમાવ્યા બાદ, ભારતીય ટીમ પાસે હવે T20I ફોર્મેટમાં પોતાને સાબિત કરવાનો મોટો પડકાર છે.બંને ટીમો વચ્ચે પાંચ મેચની T20I આંતરરાષ્ટ્રીય સીરિઝ 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે,અને T20I વર્લ્ડકપ 2026ની તૈયારી માટે તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.આ ટુર્નામેન્ટ 7 ફેબ્રુઆરીથી શરૂ થશે.
T20Iસીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાના પડકારો
T20I સીરિઝ પહેલા ઘણા ભારતીય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે, જે ટીમ માટે ફટકો છે. યુવા બેટ્સમેન તિલક વર્મા અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ઘાયલ થયા છે. તેમની ગેરહાજરીમાં, ટીમ મેનેજમેન્ટે શ્રેયસ ઐયર અને રવિ બિશ્નોઈને T20I ટીમમાં સામેલ કર્યા છે. જોકે, શ્રેયસ ઐયરને ફક્ત પ્રથમ ત્રણ મેચ માટે જ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તિલક વર્મા હજુ સુધી સીરિઝમાંથી સંપૂર્ણપણે બહાર નથી થયો અને તેમની ફિટનેસ પર નજર રાખવામાં આવી રહી છે.













