ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI સીરિઝ રમાશે આજે બીજી મેચ રાયપુરમાં રમાશે. આ મેદાન પર આ બંને ટીમો વચ્ચે રમાનારી આ પહેલી ODI હશે. જો આપણે ભારતીય ટીમને એકલા ગણીએ તો પણ, તે રાયપુરમાં પોતાનો બીજો ODI રમશે. રાયપુર ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ પહેલાની એકમાત્ર ODI જાન્યુઆરી 2023 માં રમાઈ હતી.ભારતે ન્યુઝીલેન્ડ સામે 8 વિકેટથી તે ODI જીતી હતી. હવે, આશા છે કે તેઓ દક્ષિણ આફ્રિકા સામે પણ આવું જ કરશે,સીરિઝમાં 2-0ની અજેય લીડ મેળવશે.
10 વર્ષનું વર્ચસ્વ જાળવી રાખશે ?
રાયપુર ODI જીતીને,ટીમ ઈન્ડિયા માત્ર સીરિઝ જીતી શકશે નહીં પરંતુ દક્ષિણ આફ્રિકા સામે તેનું 10 વર્ષનું વર્ચસ્વ પણ જાળવી શકશે. ટીમ ઈન્ડિયા છેલ્લા 10 વર્ષમાં દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે એક પણ ODI શ્રેણી હાર્યું નથી.
રાયપુરમાં રોહિત અને વિરાટ પર નજર રહેશે
રાંચીની જેમ, રાયપુરમાં ક્રિકેટ ચાહકો રોહિત શર્મા અને વિરાટ કોહલી પર નજર રાખશે. રાંચી ODI માં, રોહિતે અડધી સદી ફટકારી, જ્યારે વિરાટ કોહલીએ સદી ફટકારી. ૨૦૨૭નો વનડે વર્લ્ડ કપ હજુ બે વર્ષ દૂર છે, ત્યારે દરેક મેચ કોહલી અને રોહિત માટે પોતાની ફિટનેસ અને ફોર્મ સાબિત કરવાની તક છે. અત્યાર સુધી, બંને ખેલાડીઓ તે તકોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યા છે.
રાયપુર સ્ટેડિયમ સંબંધિત મુખ્ય બાબતો
શહીદ વીર નારાયણ સિંઘ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં અત્યાર સુધી એક વન ડે રમાઈ છે. જેમાં ભારતીય ફાસ્ટ બોલરોએ ન્યૂઝીલેન્ડને માત્ર 118 રનના સ્કોર પર ઓલઆઉટ કર્યા હતા. ત્રણ વર્ષની પ્રતિક્ષા બાદ અહીં સ્પર્ધા યોજાવાની છે. આ સ્થળ પર છેલ્લી મેચ 2022 માં યોજાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને કોલકાતાના ઇડન ગાર્ડન્સ પછી તે ભારતનું ત્રીજું સૌથી મોટું મેદાન છે.
આ પણ વાંચો -Cricket News : 'ગંભીરના કારણે હું દબાણમાં છું...!', ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેનનું ચોંકાવનારું નિવેદન!