ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની બીજી મેચ રાયપુરમાં રમાઈ રહી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે રૂતુરાજ ગાયકવાડ અને વિરાટ કોહલીની સદીઓની મદદથી 5 વિકેટ ગુમાવીને 358 રન બનાવ્યા હતા.
રુતુરાજ ગાયકવાડ શાનદાર ઇનિંગ
જ્યારે રુતુરાજ ગાયકવાડ આ મેચમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે ટીમ ઇન્ડિયાનો સ્કોર 2 વિકેટે 62 રન હતો. તેણે શરૂઆતમાં સાવધાનીપૂર્વક બેટિંગ કરી,52 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી.પોતાની અડધી સદી પૂરી કર્યા પછી, તેણે ઝડપી ગતિએ સ્કોર કરવાનું શરૂ કર્યું. ત્યારબાદ તેણે મેદાનની ચારે બાજુ શોટ માર્યા,77 બોલમાં પોતાની સદી પૂરી કરી.પોતાની સદી દરમિયાન,તેણે 12 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા.
