ગુવાહાટી ટેસ્ટના પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકાએ 489 રન બનાવ્યા છે. સેનુરન મુથુસામીની સદી અને માર્કો જાનસેનની અડધી સદીના કારણે દક્ષિણ આફ્રિકાએ વિશાળ સ્કોર બનાવ્યો. ભારતની બોલિંગમાં કુલદીપ યાદવ અને મોહમ્મદ સિરાજે 100 થી વધુ રન આપ્યા. એક સમયે, દક્ષિણ આફ્રિકાની ટીમ માટે 400 રન પણ મુશ્કેલ લાગતા હતા, પરંતુ મુથુસામી અને જાનસેનની મજબૂત ઇનિંગ્સના કારણે તેઓ 489 સુધી પહોંચવામાં સફળ રહ્યા.
છેલ્લી 4 વિકેટે 243 રન બનાવ્યા
ભારતીય ટીમે પ્રથમ દિવસના ત્રીજા સત્રમાં જોરદાર વાપસી કરી, 246 ના સ્કોર પર દક્ષિણ આફ્રિકા માટે 6 વિકેટ લીધી. જોકે, બીજા દિવસે, સેનુરન મુથુસામી અને કાયલ વેરેને 88 રનની ભાગીદારી સાથે ભારતીય બોલરોને પરસેવો પાડી દીધો. વેરેને 45 રન બનાવ્યા, જ્યારે મુથુસામીએ માર્કો જાનસેન સાથે 97 રનની ભાગીદારી કરી. થોડી જ વારમાં, દક્ષિણ આફ્રિકાની ટીમે 450 રનનો આંકડો પાર કરી લીધો. છેલ્લી ચાર વિકેટે દક્ષિણ આફ્રિકાના સ્કોરબોર્ડમાં 243 રન ઉમેર્યા.










