ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ODI સીરિઝ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સીરિઝના વિજેતાનો નિર્ણય વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનારી બીજી મેચમાં થશે. ભારતે પહેલી મેચ જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકાએ બીજી મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી.
વિશાખાપટ્ટનમમાં ટીમ ઈન્ડિયાનો દબદબો
ટીમ ઈન્ડિયાએ વિશાખાપટ્ટનમ પર પ્રભુત્વ જમાવ્યું છે. અહીં રમાયેલી 10 વનડેમાંથી ભારતે સાત જીત મેળવી છે, ફક્ત બે હાર્યા છે અને એક ટાઈ થઈ છે. ટીમ ઈન્ડિયા છેલ્લે 2023માં અહીં રમી હતી, જેમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ આફ્રિકા આ મેદાન પર પહેલીવાર વનડે રમશે. જોકે તેઓએ 2019માં અહીં એક ટેસ્ટ અને 2022માં એક T20I રમી હતી, પરંતુ તેઓ બંને હાર્યા હતા.













