ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 30 નવેમ્બરથી ત્રણ મેચની વનડે સીરિઝ શરૂ થવા જઈ રહી છે, જેને લઈને બધાની નજર ટીમ ઇન્ડિયા પર મંડાયેલી છે. ટીમ ઇન્ડિયાનું ધ્યાન 2 ટેસ્ટ મેચમાં મળેલી હારને વનડેમાં શાનદાર પ્રદર્શન કરીને જીતવા પર હશે. ભારતીય ટીમનું વર્ષ 2025માં વનડે પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ તેને ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ત્રણ મેચની વનડે સીરિઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો.બીજી બાજુ સાઉથ આફ્રિકા સામે ભારતીય ટીમને ઘર પર વનડેમાં બરાબરની ટક્કર મળતી હોય છે. એવામાં ટીમ ઇન્ડિયા માટે આ વનડે સીરિઝ સરળ નહીં હોય.
ભારતે ઘરઆંગણે વનડેમાં સાઉથ આફ્રિકા સામે 14 મેચ જીતી
ટીમ ઇન્ડિયાએ પોતાની ધરતી પર સાઉથ આફ્રિકા સામે અત્યાર સુધીમાં 32 વનડે મેચ રમી છે, જેમાંથી તેને 18 મેચમાં જીત મળી છે જ્યારે 14 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં ટીમ ઇન્ડિયાએ આગામી વનડે સીરિઝ પોતાના નામે કરવા માટે શાનદાર પ્રદર્શન કરવું પડશે. ભારતીય ટીમે ઘર પર અત્યાર સુધીમાં સાઉથ આફ્રિકા સામે કુલ 9 વનડે સીરિઝ રમી છે,જેમાંથી 6 સીરિઝ પોતાના નામે કરવામાં સફળ રહી છે.જ્યારે સાઉથ આફ્રિકાએ 2 સીરિઝ પોતાના નામે કરી છે, આ ઉપરાંત એક સીરિઝ બરાબરી પર ખતમ થઈ હતી
