T20 વર્લ્ડકપ 2026પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે,ત્યારે ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા સામે વન-ડે સીરિઝ રમી રહી છે.ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી ODI બ્રિસ્બેનમાં રમાઈ રહી છે.આ દરમિયાન ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો. કેપ્ટન હરમનપ્રીત કૌરને ગંભીર ઈજા થઈ. પરિણામે, તેણીએ ફિલ્ડિંગ કરી ન હતી. BCCI એ સત્તાવાર રીતે એક પોસ્ટમાં ચાહકોને આ અંગે માહિતી આપી.
કેપ્ટન હરમનપ્રીત ઘાયલ
ભારતીય મહિલા ટીમે ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હરમનપ્રીત ઉત્તમ ફોર્મમાં દેખાઈ રહી હતી અને મુશ્કેલ સમયમાં ટીમ માટે સાવધાનીપૂર્વક બેટિંગ કરી હતી. તેણીએ 84 બોલમાં 53 રન બનાવ્યા. ચાહકો તેના પ્રદર્શનથી ખુશ હતા, પરંતુ જ્યારે હરમનપ્રીત મેદાનમાં ન ઉતરી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. BCCI એ હવે કેપ્ટનની ગેરહાજરી પાછળનું સાચું કારણ જાહેર કર્યું છે.BCCI એ તેના અહેવાલમાં જણાવ્યું છે કે, "કેપ્ટન હરમનપ્રીત કૌર બીજી ઇનિંગમાં ફિલ્ડિંગમાં આવી ન હતી કારણ કે તેણીને બેટિંગ કરતી વખતે ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. BCCI મેડિકલ ટીમ તેની પ્રગતિ પર નજર રાખી રહી છે." આનાથી ટીમ ઈન્ડિયાનો તણાવ વધ્યો હશે, કારણ કે હરમનપ્રીત સૌથી અનુભવી ખેલાડી છે.













