ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વાર કોઈ એવી ટેસ્ટ શ્રેણી વિદેશની ધરતી પર રમાઈ હશે કે જેનો રોમાંચ વનડે ક્રિકેટ અને ટી20 કરતાં પણ દરેક વાતે આગળ નીકળી ગયો છે. એવામાં ઓવલના મેદાનથી કેએલ રાહુલ અને અમ્પાયર વચ્ચે થયેલ ઝઘડાનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

કેએલ રાહુલ અમ્પાયર સાથે ઝઘડ્યો
ઓવલના મેદાનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલ ટેસ્ટ શ્રેણીની પાંચમી મેચના બીજા દિવસે મેદાન પર કઈક એવી ઘટના ઘટી કે ભારતીય દર્શકો અને ઇંગ્લેન્ડના દર્શકો જોતાં રહી ગયા. ઓવલના મેદાનમાં કેએલ રાહુલ અને અમ્પાયર કુમાર ધર્મસેના મોરે મોરો આવી જતાં બંને વચ્ચે જોરદાર બોલાચાલી થઈ ગઈ હતી. આ ઉગ્ર ઘર્ષણ થવાનું કારણ રાહુલ નહીં પણ અન્ય એક ભારતીય ખેલાડી હતો જેની માથાકૂટમાં કેએલ રાહુલ વચ્ચે આવ્યા હતા.

 

'તમે આવી વાત ન કરી શકો'...
ઈંગ્લેન્ડની બેટિંગ વખતે રૂટ જ્યારે પિચ પર રમી રહ્યા હતા અને પ્રસિદ્ધ કૃષ્ણા જ્યારે સામા છેડે બોલિંગ કરી રહ્યા હતા ત્યારે બંને વચ્ચે થોડી ચકમક થઈ હતી અને એકબીજા સામે શબ્દો ઉચાર્યા હતા. બંને વચ્ચે થયેલ આ બોલાયા ચાલીને અટકાવવા અમ્પાયર ધર્મસેનાએ બંનેને રોક્યા અને ભારતીય બોલર પ્રસિદ્ધ કૃષ્ણાને આવું કરવાનું ટાળવાની સૂચના આપી. આ મેચમાં ટીમ ઈન્ડિયાના ઉપ-કપ્તાન કેએલ રાહુલને આ ગમ્યું નહીં અને તેમણે અમ્પાયર ધર્મસેના સાથે મેદાનમાં અમ્પાયર સાથે જ ટક્કર લઈ લીધી. 
  • Follow us on: