ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે હાલ 5 મેચની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. હાલ યજમાન ટીમ ઈંગ્લેન્ડ આ રમતમાં 2-1થી આગળ ચાલી રહી છે પરંતુ લોર્ડસ ખાતે રમાયેલ મેચમાં ભારતીય બોલર અને બેટ્સમેન તરફથી જે શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું છે એની હાલ વિશ્વ ક્રિકેટ જગતમાં ખુબજ પ્રશંસા થઈ રહી છે. એવામાં આવનારી ચોથી ટેસ્ટ મેચ રમાય તે પહેલા ટીમ ઈન્ડિયાના કોચનું મોહમ્મદ સિરાજ અંગે એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે.


મોહમ્મદ સિરાજ આગામી ટેસ્ટ નહીં રમે?

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 3 ટેસ્ટ મેચ સમાપ્ત થઈ ગઈ છે જેમાં હાલ ટીમ ઈંગ્લેન્ડ આ રમતમાં 2-1થી આગળ ચાલી રહી છે. એવામાં ટીમ ઈન્ડિયાના કોચનું નિવેદન હાલ વાઇરલ થઈ રહ્યું છે. આ વિડીયોમાં ટીમ ઈન્ડિયાના કોચ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ સિરાજ અંગે વાત કરતાં દેખાઈ રહ્યા છે. આ વિડીયોમાં ખાસ વાત એ છે કે ટીમ ઈન્ડિયાના કોચ રાયન ટેન ડોશેટે મોહમ્મદ સિરાજ પર તેના વર્કલોડનું મેનેજમેન્ટ કરવા અંગે વાત કરી રહ્યા છે જે ક્યાંક ને ક્યાંક ચોથી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાંથી સિરાજના બહાર થવાના સંકેત આપી રહ્યા છે.

 

સિરાજના વર્કલોડનું મેનેજમેન્ટ કરવું મહત્વપૂર્ણ છે

ભારતીય ટીમના યુવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું આ ઈંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજ ભારતીય ટીમ માટે હંમેશા હુકમનો એક્કો સાબિત થાય છે. બૂમરાહ પછી મોહમ્મદ સિરાજ ભારતીય ક્રિકેટ ટીમ માટે એક મોટું ભરોસાનું પાસું સાબિત થયા છે. સિરાજ છેલ્લા 2 વર્ષથી ભારતીય ટીમ માટે સતત મેચ રમી રહ્યા છે. મોહમ્મદ સિરાજ 2023થી સતત ટેસ્ટ મેચ રમી રહ્યા છે. રાયન ટેન ડોશેટના કહેવા મુજબ સતત કોઈ ખેલાડી જ્યારે ફિલ્ડ પર હોય છે ત્યારે તેના વર્કલોડનું મેનેજમેન્ટ કરવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. 

  • Follow us on: