અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપ 2026ની ફાઇનલ આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.ભારતીય અંડર-19 ટીમ છઠ્ઠા ટાઇટલ પર નજર રાખશે. ઇંગ્લેન્ડે 1998માં તેનું એકમાત્ર ટાઇટલ જીત્યું હતું.ત્યારબાદ ઇંગ્લેન્ડ 2022 માં ફાઇનલમાં પહોંચ્યું હતું,પરંતુ ભારત સામે હારી ગયું હતું.હવે,બંને ટીમો ફરી એકવાર આમને-સામને છે.વૈભવ સૂર્યવંશી, એરોન જ્યોર્જ,આયુષ મ્હાત્રે,હેનિલ અને ખિલન પટેલ પાસેથી આજે સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.ઇંગ્લેન્ડ પાસે ઘણા ખેલાડીઓ પણ છે જે ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે અને આજે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.


  • Follow us on: