આ દરમિયાન તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. જોકે તેની ટીમ રાજસ્થાન રોયલ્સ ફાઇનલમાં પહોંચી શકી નહોતી. ક્વોલિફાયર-2માં રાજસ્થાન રોયલ્સને ગુજરાત ટાઇટન્સ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં પણ વૈભવે 47 બોલમાં 96 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી.
વૈભવ સૂર્યવંશી અને તેની ટીમની IPL 2026ની સફર પૂર્ણ થઈ ગયો છે, પરંતુ આ યુવા બેટ્સમેન માટે એવોર્ડ્સનો વરસાદ હજુ બાકી છે. 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી ફાઇનલ બાદ યોજાનારી પ્રાઇઝ સેરેમનીમાં વૈભવનો દબદબો જોવા મળી શકે છે. તેને કુલ 5 મોટા એવોર્ડ મળવાની શક્યતા છે.
ઇલેક્ટ્રિક સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સીઝન
વૈભવનું આ એવોર્ડ જીતવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. આ એવોર્ડ માટે ઓછામાં ઓછા 7 મેચ રમેલા અને 100થી વધુ બોલ રમેલા ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે. સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવનાર ખેલાડીને આ સન્માન મળે છે. વૈભવે આ સીઝનમાં 237.30ના સ્ટ્રાઈક રેટે રન બનાવ્યા છે. આ એવોર્ડ સાથે તેને Tata Sierra કાર પણ ઇનામરૂપે મળી શકે છે.
સૌથી વધુ સિક્સ ફટકારવાનો એવોર્ડ
વૈભવે IPL 2026માં કુલ 72 છગ્ગા ફટકાર્યા છે. સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડીને મળતો એવોર્ડ પણ તેના ખાતામાં જઈ શકે છે. આ માટે તેને 10 લાખ રૂપિયાનું ઇનામ મળશે. વૈભવ પછી અભિષેક શર્માએ 43 અને રજત પાટીદારે 41 છગ્ગા ફટકાર્યા છે.
ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન
વૈભવને ‘ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન’ એવોર્ડ મળવાની પણ પ્રબળ શક્યતા છે. આ એવોર્ડ માટે એવા ખેલાડીઓની પસંદગી થાય છે જેમનો જન્મ 1 એપ્રિલ 2000 પછી થયો હોય, વર્તમાન સીઝન પહેલાં 25થી ઓછી IPL મેચ રમી હોય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ન રમ્યા હોય.
મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન
વૈભવને ‘મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન’ એવોર્ડ પણ મળી શકે છે. હાલમાં તેના 436.5 પોઈન્ટ્સ છે. જ્યારે Kagiso Rabada 408 પોઈન્ટ્સ સાથે બીજા ક્રમે છે. જો ફાઇનલમાં રબાડા વિશેષ પ્રદર્શન નહીં કરે તો આ એવોર્ડ વૈભવના નામે થઈ શકે છે. આ એવોર્ડ સાથે 15 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવે છે.
ઓરેન્જ કેપ જીતવાની તક
વૈભવ 776 રન સાથે હાલમાં ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર છે. તેની પાછળ Shubman Gill 722 રન અને Sai Sudharsan 710 રન સાથે છે. ગિલને વૈભવને પાછળ છોડવા માટે ફાઇનલમાં 55 રનની જરૂર છે, જ્યારે સુદર્શનને 67 રનની જરૂર પડશે. જો બંને ખેલાડીઓ આ આંકડો પાર નહીં કરી શકે તો વૈભવ ઓરેન્જ કેપ સાથે 10 લાખ રૂપિયાનું ઇનામ પણ જીતશે.