ઈન્ડિયન પ્રીમિયર લીગ ઓક્શનને લઈ ફરી ફેન્સની ઉત્તેજના વધી ગઈ છે. IPL 2026 સિઝન માટે ખેલાડીઓની ઓક્શન અબુ ધાબીના એતિહાદ એરેના ખાતે કરવામાં આવશે. દર વર્ષની જેમ, ઓક્શનની સિઝન ખેલાડીઓ માટે જેટલી રોમાંચક છે તેટલી જ દરેક ટીમના ચાહકો માટે પણ છે. આ વખતે પણ પરિસ્થિતિ અલગ નથી. મીની-ઓક્શનને કારણે કેટલાક ખેલાડીઓ પર મોટી રકમનો વરસાદ થશે, જ્યારે ઘણા સ્ટાર ખેલાડીઓનું ભાવિ નક્કી થશે.
IPL2026ની ઓક્શન ક્યારે અને ક્યાં થશે?
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની હરાજી આવતીકાલે, 16 ડિસેમ્બરે યોજાવાની છે. ઓક્શનનું લાઇવ પ્રસારણ અબુ ધાબીના એતિહાદ એરેનાથી કરવામાં આવશે.













