ભારતીય ક્રિકેટ ટીમના ડ્રેસિંગ રૂમ અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જેમાંજણાવવામાં આવ્યું છે કે ગૌતમ ગંભીર હેડ કોચ બન્યા ત્યારથી ખેલાડીઓમાં પોતાની જગ્યાને લઈને અસુરક્ષા વધી ગઈ છે. ટી-20 વર્લ્ડ કપ 2024 પછી ગંભીરને આ જવાબદારી સોંપવામાં આવી હતી અને તેમની કડક કોચિંગ શૈલીને કારણે ટીમમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણા ખેલાડીઓ હવે પોતાની ટીમમાં સ્થાન જાળવી રાખવા બાબતે સતત ચિંતિત રહે છે.

દ્રવિડ અને ગંભીરના કાર્યકાળ વચ્ચેનો તફાવત

પીટીઆઈના રિપોર્ટ મુજબ અગાઉના કોચ રાહુલ દ્રવિડના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન ખેલાડીઓના રોલ્સ સ્પષ્ટ હતા અને તેમને પોતાની જાતને સાબિત કરવા માટે પૂરતી તકો મળતી હતી, જેના કારણે ડ્રેસિંગ રૂમમાં વિશ્વાસ અને ખુશીનો માહોલ રહેતો હતો. પરંતુ ગંભીરના કાર્યકાળમાં કોમ્યુનિકેશનની કમી અને વધુ પડતી કડકાઈની ફરિયાદો સામે આવી રહી છે. કેટલાક રિપોર્ટ્સમાં તો ગંભીરની સરખામણી પૂર્વ કોચ ગ્રેગ ચેપલ સાથે પણ કરવામાં આવી છે.

ટીમના પ્લેઇંગ 11 માં સતત ફેરફારો

ગંભીરના કોચિંગ હેઠળ રોહિત શર્મા પાસેથી વનડેની કેપ્ટનશીપ લેવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગંભીરનું માનવું છે કે લિમિટેડ ઓવર ક્રિકેટમાં ઓપનિંગ જોડી સિવાય બેટિંગ પોઝિશન ફિક્સ ન હોવી જોઈએ, કારણ કે તે ઓવરરેટેડ છે. જોકે આ નિર્ણયથી ટીમમાં ફ્લેક્સિબિલિટી આવે છે, પરંતુ સાથે સાથે ખેલાડીઓમાં અનિશ્ચિતતા પણ વધી રહી છે અને પ્લેઇંગ 11 માં સતત ફેરફારો સામાન્ય બની ગયા છે.

  • Follow us on: