ભારતીય ક્રિકેટર કુલદીપ યાદવ હવે અનિલ કુંબલેના કબલમાં જોડાયો છે.જેમાં ઝહીર ખાન અને મોહમ્મદ શમી જેવા દિગ્ગજોનો પણ સમાવેશ થાય છે. હાલમાં જ કુલદીપ યાદવે પોતાના વનડે કરિયરમા 150 વિકેટ પૂર્ણ કરી છે અને તેવું કરનારો તે ભારતનો બીજો બોલર બન્યો છે. તેમની આ ઉપલબ્ધિએ ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં એક નવી સિધ્ધી જોડી દીધી છે.
કુલદીપ યાદવ લિસ્ટમાં બીજા સ્થાને
કુલદીપ યાદવે વનડેમાં માત્ર 88 મેચમાં 150 વિકેટ લઈને લિસ્ટમાં બીજુ સ્થાન હાંસિલ કર્યું છે.તેમના આ શાનદાર પ્રદર્શનના કારણે તેમને ટીમમાં સ્થાન મજબૂત કર્યું છે.જેમાં એશિયા કપ અને વર્લ્ડ કપમાં કુલદીપએ ટૂનામેન્ટમાં ભારતીય ટીમ માટે વિકેટ લીધી હતી.
મોહમ્મદ શમી ટોપ પર
મોહમ્મદ શમી સૌથી ઝડપી 150 વિકેટ લેનાર ભારતીય બોલર છે. તેણે માત્ર 80 મેચમાં આ સિદ્ધિ મેળવી. શમી તેની ઝડપી ગતિ અને સચોટ લાઇન અને લેન્થ માટે જાણીતો છે. જોકે તે હાલમાં ટીમની બહાર છે, તેમનો રેકોર્ડ હજુ સુધી કોઈ ભારતીય બોલર તોડી શક્યો નથી.
અજિત અગરકર પણ યાદીમાં
ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજિત અગરકર આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેમણે 97 મેચમાં 150 વિકેટ લીધી હતી.તેઓ હાલમાં ક્રિકેટ વહીવટ અને કોચિંગમાં સક્રિય છે, પરંતુ તેમના મેદાન પરના પ્રદર્શનને હજુ પણ યાદ કરવામાં આવે છે.
સ્વિંગના રાજા ઝહીર ખાન
ભારતીય ક્રિકેટના દિગ્ગજ બોલર ઝહીર ખાન આ યાદીમાં ચોથા ક્રમે છે. તેમણે 103 મેચમાં 150 વિકેટ લીધી હતી.ઝહીરે 2011ના વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના આઉટસ્વિંગ અને રિવર્સ સ્વિંગ બંને બેટ્સમેન માટે માથાનો દુખાવો સાબિત થયા હતા.
પાંચમા નંબરે અનિલ કુંબલે
ભારતીય ક્રિકેટના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેએ 106મેચોમાં 150ODI વિકેટ લીધી હતી. તેઓ તેમની સચોટ બોલિંગ અને તીક્ષ્ણ ગુગલી માટે જાણીતા હતા. કુંબલે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના સૌથી સફળ સ્પિનરોમાંના એક હતા.