બાંગ્લાદેશના અનુભવી ક્રિકેટર મહમુદુલ્લાહને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.તેમને ડેન્ગ્યુની ગંભીર અસર થઈ હતી,જેના કારણે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.મહમુદુલ્લાહની હાલત હાલમાં સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.મહમુદુલ્લાહની પત્ની જનાતુલ કૌસર તેમના અચાનક બગડવાને કારણે ચિંતિત છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા લોકોને મહમુદુલ્લાહના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે. મહમુદુલ્લાહને ઢાકાની એવરકેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

બીસીબી મહમુદુલ્લાહના સ્વાસ્થ્ય અંગે સંપૂર્ણ અપડેટ 

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ પણ મહમુદુલ્લાહના સ્વાસ્થ્ય પર નજીકથી નજર રાખી રહ્યું છે.બીસીબીના ચીફ ફિઝિશિયન ડૉ.દેબાશીષ ચૌધરીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થયા પહેલા મહમુદુલ્લાહ ઘણા દિવસોથી બીમાર હતા.અનેક પરીક્ષણો કર્યા પછી,જાણવા મળ્યું કે તેમને ડેન્ગ્યુ થયો છે.બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની મેડિકલ ટીમ અનુસાર,39 વર્ષીય મહમુદુલ્લાહ હવે સ્વસ્થ થઈ રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત લીધી

મમુદુલ્લાહે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.જોકે,તે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખે છે.તે બાંગ્લાદેશમાં રમાઈ રહેલી એનસીએલ ટી20માં ઢાકા મેટ્રો ટીમ માટે રમી રહ્યો છે.તેણે બે મેચમાં 47 રન બનાવ્યા છે.આ વર્ષની શરૂઆતમાં,એપ્રિલમાં,તે છક્કા પ્રીમિયર લીગમાં પણ રમ્યો હતો.તે બાંગ્લાદેશ પ્રીમિયર લીગની આગામી નવી સીઝનમાં પણ રમતા જોવા મળશે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ  કરિયર 

મહમુદુલ્લાહની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની વાત કરીએ તો,તેણે બાંગ્લાદેશ માટે કુલ 430 મેચ રમી હતી. જેમાં 50 ટેસ્ટ,239 વનડે અને 141 ટી20 આંતરરાષ્ટ્રીય મેચનો સમાવેશ થાય છે.સંયુક્ત રીતે,મહમુદુલ્લાહના ટેસ્ટ,વનડે અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 10,000 થી વધુ રન છે. તેણે ટેસ્ટમાં 2914 રન, વનડેમાં 5689 રન અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં 2444 રન બનાવ્યા છે.આ વર્ષે ફેબ્રુઆરીમાં ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન મહમુદુલ્લાહની આંતરરાષ્ટ્રીય કારકિર્દી તેના અંતિમ તબક્કામાં પહોંચી હતી.

  • Follow us on: