મુંબઈ ઈન્ડિયન્સના માલિક નીતા અંબાણી પોતાની ટીમનું નામ બદલવા જઈ રહ્યા છે. આગામી સિઝનમાં તેમની ટીમ નવા નામ સાથે મેદાનમાં ઉતરશે.મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી વિદેશમાં પણ ઘણા પૈસા રોકાણ કરી રહી છે. થોડા અઠવાડિયા પહેલા MI ફ્રેન્ચાઈઝીએ ધ હંડ્રેડ લીગની ઓવલ ઈન્વિન્સીબલ્સ ટીમમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. હવે એક મીડિયા રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ઓવલ ઈન્વિન્સીબલ્સ 'MI London' તરીકે ઓળખાશે.
મુંબઈ ઈન્ડિયન્સનું બદલાશે નામ?
અહેવાલો અનુસાર, અંબાણી પરિવાર ધ હંડ્રેડ લીગ ટીમ ઓવલ ઇન્વિન્સિબલ્સનું નામ બદલવા માંગે છે. આ કારણે આ ટીમનું નામ 2026માં બદલીને MI લંડન કરવામાં આવશે. મુંબઈ ઇન્ડિયન્સના માલિકે આ વર્ષની શરૂઆતમાં 123 મિલિયન યુરોમાં ટીમમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો હતો. નામ બદલ્યા બાદ MI લંડન અંબાણી પરિવારની માલિકીની ટીમોની યાદીમાં ઉમેરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઓવલ ઈન્વિન્સીબલ્સ છઠ્ઠી ટીમ બની છે જેની માલિકી મુંબઈ ઈન્ડિયન્સ પાસે છે. આ સિઝનમાં તેમની ટીમ ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને 6માંથી 5 મેચમાં શાનદાર જીત મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગઈ છે. આમ છતાં તેમની ટીમ ઓવલ ઈન્વિન્સિબલ્સનું નામ 2026માં બદલવામાં આવશે.
700 કરોડની ડિલ થઈ?
2025 સીઝન શરૂ થાય તે પહેલાં ધ હંડ્રેડ ટીમોમાં ઓછામાં ઓછા 49 ટકા હિસ્સા માટે બોલી લગાવવાની શરૂઆત થઈ હતી. આમાંથી MI ફ્રેન્ચાઇઝીએ ઓવલ ઇન્વિન્સિબલ્સ ટીમ માટે બોલી લગાવી હતી જેનું મૂલ્યાંકન 123 મિલિયન પાઉન્ડ હોવાનું કહેવાય છે. કારણ કે મુંબઈ ઇન્ડિયન્સે 49 ટકા હિસ્સો ખરીદ્યો છે જેના માટે તેને 60 મિલિયન પાઉન્ડથી વધુ ચૂકવવા પડશે. જે ભારતીય ચલણમાં 700 કરોડ રૂપિયાથી વધુ હશે. મુંબઈ ઈન્ડિયન્સ હવે ઓવલ ઈન્વિન્સીબલ્સમાં 49 ટકા હિસ્સો ધરાવે છે બાકીના 51 ટકા હજુ પણ સરે કાઉન્ટી ક્લબ પાસે છે.
મુંબઈ ઈન્ડિયન્સ પાસે કુલ 6 ટીમો
કહેવામાં આવી રહ્યું છે કે, આગામી સીઝનથી ટીમનું નામ બદલીને MI લંડન કરવામાં આવશે. મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી પાસે હવે વિશ્વભરમાં કુલ 6 ટીમો છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમ BCCI દ્વારા સંચાલિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને મહિલા પ્રીમિયર લીગ (WPL)માં રમે છે. અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં મુંબઈ ઈન્ડિયન્સ MI ન્યૂ યોર્કની માલિકી ધરાવે છે. આ સાવિય દક્ષિણ આફ્રિકાની SA20માં MI કેપ ટાઉન, ઈન્ટરનેશનલ લીગ T20 (ILT20)માં MI અમીરાત અને ઈંગ્લેન્ડની ધ હન્ડ્રેડ લીગમાં ઓવલ ઈન્વિન્સિબલ્સ આ બધી MI ફ્રેન્ચાઈઝીની માલિકીની છે.