કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનની આક્રમક ઇનિંગ્સના બળે ભારતે શુક્રવારે પાંચ મેચની સીરિઝની બીજી T20I મેચમાં રેકોર્ડ 28 બોલ બાકી રાખીને ન્યુઝીલેન્ડને સાત વિકેટથી હરાવ્યું છે.આ મેચમાં 468 દિવસ પછી સૂર્યાએ T20I ક્રિકેટમાં અડધી સદી ફટકારી પોતાનું કમબેક કર્યું છે.સૂર્યાની 82 રનની ઇનિંગ્સે ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.સૂર્યા સાથે ઇશાન કિશનને પણ 76 રન બનાવ્યા છે, અને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા છે.સાથે મળીને તેઓએ ત્રીજી વિકેટ માટે મેચવિનિંગ 122 રનની ભાગીદારી કરી હતી,જેનાથી ભારતને રન ચેઝમાં શરૂઆતના પરાજયમાંથી બહાર આવવામાં અને જીત મેળવવામાં મદદ મળી છે.બીજી T20Iમાં વિજય બાદ સૂર્યકુમાર યાદવે ઇશાન કિશન સાથે તેના ફોર્મમાં પાછા ફરવા વિશે વાત કરી છે. BCCI એ સોશિયલ મીડિયા પર તેમની વાતચીતનો એક વીડિયો શેર કર્યો છે.

મેં તેમની સલાહનું પાલન કર્યું

વીડિયોમાં સૂર્યાએ પોતાના ફોર્મ વિશે વાત કરતા કહ્યું કે ક્યારેક, જ્યારે હું ઘરે જાઉં છું, ત્યારે મારા ઘરે એક કોચ બેઠો હોય છે, જેની સાથે મેં લગ્ન કર્યા છે. તે મને મારા માટે સમય કાઢવાનું કહેતી રહે છે. તેણીએ મને ખૂબ નજીકથી જોયો છે, તેથી તે મારા મનને જાણે છે. તેથી મેં તેમની સલાહનું પાલન કર્યું અને કાળજીપૂર્વક રમ્યો, મારી ઇનિંગ્સમાં થોડો સમય મારા માટે કાઢવાનું વિચાર્યું હતું, મેં છેલ્લી મેચમાં અને આ મેચમાં પણ આવું જ કર્યું હતું.

સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહ્યો

કેપ્ટન સૂર્યાએ આગળ કહ્યું કે, હું લોકોને કહેતો હતો કે, હું નેટમાં સારી બેટિંગ કરી રહ્યો છું, પરંતુ તે આત્મવિશ્વાસ ત્યાં સુધી આવતો નથી, જ્યાં સુધી તમે મેચોમાં રન ન બનાવો. મને 2-3 દિવસનો સારો આરામ મળ્યો, હું ઘરે ગયો અને સોશિયલ મીડિયાથી સંપૂર્ણપણે દૂર રહ્યો હતો, મેં છેલ્લા ત્રણ અઠવાડિયામાં સારી પ્રેક્ટિસ કરી, તેથી હું યોગ્ય માઇન્ડ સેટમાં આવ્યો છું.





  • Follow us on: