વેસ્ટ ઈન્ડિઝની ટીમે પહેલાથી બેવાર ટ્રોફી જીતી છે, પરંતુ આ ICC ટુર્નામેન્ટ પહેલા ટીમ મુશ્કેલીમાં દેખાઇ રહી છે.
ક્વોલિફાયર મામલે અસમંજસ
તાજેતરના ICC ODI રેન્કિંગ પ્રમાણે વેસ્ટ ઈન્ડિઝની ટીમ દસમા ક્રમે છે. જો ટીમ આવતા વર્ષે માર્ચ સુધી આ સ્થાન પર રહેશે. તો તેઓ ICC ODI વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થઈ શકશે નહીં. તેમને ક્વોલિફાયરમાં રમવું પડશે. જે એક મુશ્કેલ માર્ગ છે. ટીમનું વર્તમાન રેટિંગ 73 છે. જે તેને બાંગ્લાદેશ કરતા પણ નીચું છે. જે ટીમ માટે એક મહત્વપૂર્ણ પડકાર છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શ્રીલંકા ODI શ્રેણીની બે મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.
રેટિંગ પોઈન્ટ પર સૌની નજર
શ્રીલંકાની ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. શ્રેણીની પહેલી મેચમાં શ્રીલંકાએ વેસ્ટ ઈન્ડિઝને 41 રનથી હરાવ્યું હતું. જોકે તે ત્રણ મેચની શ્રેણી હતી. પરંતુ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે, વેસ્ટ ઈન્ડિઝ પાછું ફરશે અને શ્રેણી જીતીને તેમનું ICC રેટિંગ વધારશે. જોકે, બાકીની બંને મેચ વરસાદને કારણે રદ્દ કરાઇ હતી. શ્રીલંકાએ શ્રેણી 1-0 થી જીતી હતી. પહેલી મેચ હારવાને કારણે વેસ્ટ ઈન્ડિઝે એક રેટિંગ પોઈન્ટ ગુમાવ્યો હતો.
દક્ષિણ આફ્રિકામાં ટુર્નામેન્ટનું આયોજન
જ્યારે આ ODI શ્રેણી શરૂ થઈ ત્યારે વેસ્ટ ઈન્ડિઝનું ICC રેન્કિંગ 74 અને શ્રીલંકાનું 96 હતુ. જે હાલમાં છઠ્ઠા ક્રમે છે. હાલમાં, વેસ્ટ ઈન્ડિઝનું રેટિંગ એક પોઈન્ટ ઘટીને 73 થયું છે. શ્રીલંકાનો પ્રવાસ ચાલુ રહેશે. ODI પછી, બંને ટીમો T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એકબીજાનો સામનો કરશે. જેમાં ત્રણ મેચ પણ રમાશે. ICC રેન્કિંગમાં ટોચની આઠ ટીમો આવતા વર્ષે યોજાનાર વર્લ્ડ કપ માટે સીધી ક્વોલિફાય થશે. દક્ષિણ આફ્રિકા આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે. તેથી તેની પાસે પહેલાથી જ સીધી ક્વોલિફાય છે. તેથી, ટોચની નવ ટીમો હવે સીધી ક્વોલિફાય થશે. દસમા સ્થાને રહેનારી ટીમે ક્વોલિફાયરમાં રમવું પડશે. ICCએ આ માટે કટઓફ તારીખ 31 માર્ચ 2027 નક્કી કરી છે. વેસ્ટ ઇન્ડીઝ પાસે ત્યાં સુધીનો સમય છે.
આ પણ વાંચોઃ આ સરમુખત્યારોએ બદલ્યુ પોતાના દેશનું નસીબ, આર્થિક નીતિઓ પર કર્યુ સચોટ કામ













