પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે આ દિવસોમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઇ છે.શુક્રવારે પાકિસ્તાને અફઘાનિસ્તાન પર હવાઈ હુમલો કર્યો હતો.જેમાં ત્રણઅફઘાન ક્રિકેટરો મોત થયા હતા.ત્યારબાદ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પાકિસ્તાનમાં યોજાનારી T20 ત્રિકોણીય સીરિઝમાંથી ખસી જવાનો નિર્ણય લઈને PCBને ઝટકો આપ્યો હતો.જેમાં PCBએ હવે આ ત્રિકોણીય શ સીરિઝ માટે અફઘાનિસ્તાનની જગ્યાએ ત્રીજી ટીમ શોધી કાઢી છે,જેની PCB એ જાહેરાત કરી છે.
PCBએ ત્રિકોણીય સીરિઝ માટે ત્રીજી ટીમ શોધી કાઢી
પાકિસ્તાન આવતા મહિને T20 ત્રિકોણીય સીરિઝનું આયોજન કરી રહ્યું છે.જે 17 નવેમ્બરથી શરૂ થવાની હતી.આ સીરિઝમાં મૂળ પાકિસ્તાન,શ્રીલંકા અને અફઘાનિસ્તાનનો સમાવેશ થવાનો હતો,પરંતુ હવે અફઘાનિસ્તાને સીરિઝમાંથી બહાર થઈ ગઈ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે આ ત્રિકોણીય સીરિઝ માટે ત્રીજી ટીમ શોધી કાઢી છે. અફઘાનિસ્તાન પછી,ઝિમ્બાબ્વે હવે ત્રિકોણીય સીરિઝમાં પાકિસ્તાન અને શ્રીલંકા સાથે રમશે.













